ગુજરાતી મિડિયમ અને ઈગ્લિશ મિડિયમ વચ્ચેનો
તફાવત
ઈગ્લિશ મિડિયમ સ્કૂલનાં બાળકોને
પ્રાણીસંગ્રહાલય પિકનિક લઈ ગયા:
‘એ જુઓ, પેલો મંકી… કેટલો ક્યુટ છે…
તેને ડિસ્ટર્બ ના કરો, કેવો સરસ ઊંઘે છે…’
ગુજરાતી મિડિયમ સ્કૂલનાં બાળકોને
પ્રાણીસંગ્રહાલય પિકનિક લઈ ગયા:
‘નિલિયા જો તારો બાપ ઊંઘે છે,
માર પથરો સાલાને,
આપડે પૈસા ખરચીને આવ્યા અને એ ઊંઘે શેનો!!!’
😅😝😂😜🤣🤪
એક બેનહથોડો લઇ છોકરા ના સ્કૂલે પહોંચ્યા..
પટાવાળા ને પૂછયુ અશોક સર નો કલાસ કયો છે?
પટાવાળો ઘબરાઈને અશોક સર પાસે પહોંચ્યયો અને
કીધું કોક બેન હથોડો લઈ તમને ગોતે છે,
અશોક સર પણ ગભરાઈ ગયા,
તેઓ પ્રિન્સિપલ ની ઓફીસમા ગયા અને
વાત કરી શુ મામલો છે જાણી આવવા કીધુ,
પ્રિન્સિપલ એ બેન પાસે ગયા અને કહ્યું શાંત થઇ જાવ અને
જણાવો શુ બાબત છે?
બહેને કીધુ હું શાંત જ છું,
મને અશોક સર નો કલાસ બતાવો અને
મારો છોકરો કઈ બેન્ચ પર બેસે છે ઈ બતાવો
મારે ત્યાંની ખીલ્લી હથોડીથી સરખી ઠોકીને બેસાડવી છે.
આજે 3જુ પેન્ટ ફાટ્યું છે
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)