આ ગધેડાની વાત સાંભળવા દો…”😅😝😂😜🤣🤪

ચાર લોકો દ્વારા હઠ જોવા મળે
રાજા, સ્ત્રી, બાળક અને પુરૂષ
આ તમામ હઠને શું કહેવાય?
ચાલો જોઈએ…
રાજા કરે તે”રાજહઠ”
સ્ત્રી કરે તે”સ્ત્રીહઠ”
બાળક કરે તે”બાળહઠ”
અને પુરૂષ કરે તે… “પીછેહઠ”
😅😝😂😜🤣🤪

દેવદાસ મહેતા પત્નીને કહે: “હું ઑફિસેથી આવતો હતો
અને જેવો રસ્તો ક્રોસ કરવા ગયો ત્યાં એક ગધેડો…”
દેવદાસની બેબી કહે: “મમ્મી,
મારી પેન્સિલ ભાઈએ તોડી નાખી.”!!
દેવદાસ: “હા, તો હું કહેતો હતો કે,
હું ઑફિસેથી ઘરે આવવા નીકળ્યો અને
રસ્તો ક્રોસ કરતો હતો ત્યાં એક ગધેડો…”
બાબો: “મમ્મી, બહેને મારી રમકડાની સાયકલ તોડી નાખી…”
મમ્મી કહે: “તમે બંને થોડી વાર ચૂપ રહેશો…?
મને પહેલાં, આ ગધેડાની વાત સાંભળવા દો…”
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)