હું ઇન્ટરસિટી ટ્રેનમાં ચણા મસાલા વેંચુ છું.😅😝😂😜🤣🤪

એક 90 વર્ષના વૃદ્ધનો ફોન આવ્યો.
સામેવાળો : સાહેબ,
હું બેંક માંથી વાત કરી રહ્યો છું,
તમે મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા રોકો,
સાત વર્ષમાં ભાવ બમણા થઈ જશે.
વૃદ્ધે જવાબ આપ્યો : દીકરા,
હું એ ઉંમરે પહોંચી ગયો છું કે
કેળા પણ કાચા નથી ખરીદતો.
😅😝😂😜🤣🤪

રેલવે સ્ટેશન પર ઘણી ભીડ હતી.
મંગુ પહેલવાન તેના રસપ્રદ પરાક્રમો બતાવી રહ્યો હતો અને
તેને ભારે તાળીઓ મળી રહી હતી.
તેનું આગલું પરાક્રમ એ લીંબુ નિચોવવાનું પરાક્રમ હતું.
પહેલવાને તેની પૂરી શક્તિથી લીંબુ નીચોવ્યું
જેથી તેમાં રસનું એક ટીપું પણ બચ્યું ન હતું.
પહેલવાન બધાને પડકાર ફેંક્યો કે : જો તમારામાંથી કોઈ
આ લીંબુમાંથી રસનું એક ટીપું પણ કાઢીને બતાવશે,
તો હું પહેલવાની છોડી દઈશ.
ભીડમાંથી એક દુબળા પાતળા સજ્જન બહાર આવ્યા અને
હાથમાં લીંબુ લઈને એક નહીં પણ પાંચ ટીપાં ટપકાવ્યાં.
આ જોઈને પહેલવાનને પરસેવો વળી ગયો.
પહેલવાન : ભાઈ! તમે કોણ છો?
સજ્જને કહ્યું : હું ઇન્ટરસિટી ટ્રેનમાં ચણા મસાલા વેંચુ છું.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)