ADVERTISEMENT
ADVERTISEMENT

સવારે ખાલી પેટે તુલસીનું પાણી પીવાના છે જબરદસ્ત ફાયદા, દૂર રહેશે અનેક બીમારીઓ

તુલસીના પાનમાં ડાઇટરી ફાઈબર, પ્રોટીન, સોડિયમ, પોટેશિયમ, આયરન, મેગ્નેશિયમ, કેલ્શિયમ, વિટામિન સી, વિટામિન બી6 અને વિટામિન ડી જેવા પોષક તત્વો હોય છે, જે ઘણા રોગોને દૂર કરી શકે છે.
 તુલસીમાં વિટામિન સી અને ઝિંક ભરપૂર માત્રામાં જોવા મળે છે. તે કુદરતી રોગપ્રતિકારક શક્તિ બૂસ્ટર તરીકે કામ કરે છે અને ચેપ સામે લડવામાં મદદ કરે છે. તેમાં એન્ટિ-બેક્ટેરિયલ, એન્ટિ-વાયરલ અને એન્ટિ-ફંગલ ગુણધર્મો છે.

સવારે તુલસીનું પાણી પીવાથી નેચરલ કિલર સેલ્સની પ્રવૃત્તિ વધે છે અને રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે.

તુલસીમાં કેમ્ફીન, સિનેઓલ અને યુજેનોલ છાતીમાંથી કફને દૂર કરે છે. તુલસીના પાનનો રસ મધ અને આદુમાં મિક્સ કરીને પીવાથી અસ્થમા, બ્રોન્કાઇટિસ, ઈન્ફલ્યુએન્ઝા, ઉધરસ અને શરદીમાં આરામ મળે છે. તુલસીનું પાણી પણ આ લાભ આપે છે.

તુલસીનું પાણી પીવાથી લોહીમાં લિપિડનું પ્રમાણ ઘટી શકે છે. ઇસ્કેમિયા અને સ્ટ્રોક, હાઈ બ્લડ પ્રેશરનું જોખમ ઓછું થાય છે. તેના ઉચ્ચ એન્ટીઑકિસડન્ટ ગુણધર્મોને લીધે તે હૃદય રોગની સારવાર અને બચાવમાં મદદ કરે છે.

તુલસીમાં ઓસિમુમોસાઇડ્સ A અને B સંયોજનો જોવા મળે છે, જે તણાવ ઘટાડે છે. તુલસીનું પાણી મગજમાં ન્યુરોટ્રાન્સમીટર સેરોટોનિન અને ડોપામાઇનને બેલેન્સ કરે છે. તુલસીમાં એન્ટી ઇન્ફ્લેમેટ્રી ગુણ હોય છે જે બ્લડ પ્રેશરને સામાન્ય રાખવામાં મદદ કરી શકે છે.

હર્બલ ટૂથપેસ્ટ તુલસીમાંથી બનાવવામાં આવે છે. સવારે ખાલી પેટ તુલસીનું પાણી પીવાથી દાંત અને પેઢાં મજબૂત બને છે. આ સિવાય તે મોઢાના ચાંદા મટાડવામાં પણ મદદ કરે છે. તે એકંદર ઓરલ હેલ્થ માટે મદદરૂપ છે.

ADVERTISEMENT
ADVERTISEMENT

(નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ માહિતી નું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી.)

ADVERTISEMENT
ADVERTISEMENT