મારી મિસિસે કહ્યું : સાંભળો છો,
જો હું તમને ત્રણ-ચાર દિવસ નહિ દેખાઉં તો
તમને કેવું લાગશે?
મેં કહ્યું : મને બહુ ગમશે.
પછી શું હતું…
સોમવાર, મંગળવાર, બુધવાર અને ગુરુવારે
પણ મારી મિસિસ દેખાઈ નહીં.
પછી શુક્રવારે જ્યારે મારી આંખોનો સોજો
ઓછો થયો ત્યારે મારી મિસિસ મને દેખાઈ.
😅😝😂😜🤣🤪
ટીના તેની ફ્રેન્ડ બીના સાથે એના મનની
મુંઝવણ રજૂ કરતા,
ટીના : યાર, મને સમજાતું નથી કે ગુડ લુકિંગ
છોકરા સાથે લગ્ન કરું કે હોશિયાર સાથે.
બીના : જો, મારી વાત માન,
તારી દાળ ક્યાંય ગળવાની નથી.
જે હેન્ડસમ છોકરો હશે તે તારા કરતા
સુંદર છોકરી પકડી લેશે, અને જે હોંશિયાર છે
તે તો તારાથી દૂર જ રહેવાનું પસંદ કરશે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)