ADVERTISEMENT
ADVERTISEMENT

ચા ઢોળાઈ હોય કે ગરમ તવો અડી ગયો હોય, તરત અપનાવો આ ઉપાય, મળશે રાહત

ઘણી વખત રસોડામાં કામ કરતી વખતે બેધ્યાન થઈ જવાના કારણે અથવા તો ભુલથી દાઝી જવાય છે. એવામાં નાનું મોટુ દાઝ ગયા હોય તો બળતરાથી રાહત મેળવવા માટે અમુક ઘરગથ્થુ ઉપાય તમારા કામ આવી શકે છે. જો દાઝી ગયેલી જગ્યા પર ફોલ્લા ન પડ્યા હોય તો આ ઘરગથ્થુ ઉપાય કામ કરી શકે છે.

ઘરગથ્થુ ઉપાય

ઘરમાં કોઈ સામાન્ય દાઝી ગયું હોય તો બળતરાથી રાહત મેળવવા માટે ઘઉંના લોટમાં દહીં મિક્સ કરીને પેસ્ટ બનાવી લો.

આ પેસ્ટને તે જગ્યા પર લગાવો જ્યાં બળતરા થઈ રહી છે. તેનાથી રાહત મળશે. પરંતુ ધ્યાન રાખો કે દાઝી ગયેલી જગ્યા પર ફોલ્લો ન પડ્યો હોય ત્યારે જ આ ઉપાય કરવો.

ઠંડા પાણીથી ધોઈ લો

થોડી બળતરા થવા પર તે જગ્યાને ઠંડા પાણીથી ધોઈ લીવું જોઈએ. આમ કરવાથી બળતરા ઓછી થઈ જાય છે અને થોડી રાહત મળે છે. 5-10 મિનિટ સુધી સતત બળતરા થતી હોય તે જગ્યા પર પાણી નાખતા રહો. નહીં તો ફોલ્લા પડી શકે છે.

ADVERTISEMENT
ADVERTISEMENT

નારિયેળનું તેલ લગાવો

જો વરાળના કારણે દાઝી ગયા છો અને ઘા પર ફક્ત લાલ થઈ ગયું છે તો તેવી જગ્યાને પાણીથી ધોઈ લો બાદમાં નારિયેલ તેલ લગાવી લો. તેનાથી બળતરામાં રાહત મળે છે.

એલોવેરા જેલ

ઠંડૂ કેમિકલ વગરનું એલોવેરા જેલ પણ લગાવી શકો છો. તેનાથી દાઝેલી જગ્યા પર રાહત મળશે.

ADVERTISEMENT
ADVERTISEMENT

(નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ માહિતી નું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી. )