સુરતના ડુમસ પર મળતા ટામેટાંના ભજીયા બનાવો ઘરે, નોંધી લો રેસિપી

સુરતના ડુમસ પર મળતા ટામેટાંના ભજીયા આખા ભારતમાં ફેમસ થયા છે. સોશિયલ મીડિયા પર તમે આના અનેક વીડિયો જોયા હશે. આજે સુરતમાં મળતા આ ટામેટાંના ભજીયા ઘરે કેવી રીતે બનાવવા તેની રેસિપી તમને અહીં જણાવશે.

ટામેટા ભજીયા બનાવવા માટે જરૂરી સામગ્રી:

  • 2 ટામેટાં
  • 1/2 કપ ચણાનો લોટ
  • 1/4 ચમચી અજમો
  • 1/4 ચમચી જીરું
  • 1/4 ચમચી હળદર
  • 1/4 ચમચી લાલ મરચું પાવડર
  • 1/4 ચમચી ગરમ મસાલા પાવડર
  • સ્વાદ મુજબ મીઠું
  • તળવા માટે તેલ
  • વૈકલ્પિક સામગ્રી- ફુદીના-કોથમરીની ગ્રીન ચટણી, કોથમરી, આદુ, મરચા, મરી પાવડર.

ટામેટા પકોડા બનાવવાની રીત:

  • 1). સૌ પ્રથમ ટામેટાને ધોઈ, ગોળ આકારમાં બટાકાની ચિપ્સની જેમ સમારી લો. પછી એક મોટા મિક્સિંગ બાઉલમાં, ચણાનો લોટ, અજમો, જીરું, હળદર, લાલ મરચું પાવડર, ગરમ મસાલા પાવડર અને મીઠું ઉમેરો. હવે બધુ બરાબર મિકસ કરો.
  • 2). પછી તેમા થોડું પાણી ઉમેરી બેટર તૈયાર કરો. હવે તેમાં સમારેલા ટામેટાં ઉમેરો અને બરાબર મિક્ષ કરો. બેટરમાં તમે આદુ-મરચાની પેસ્ટ પણ ઉમેરી શકો છો. સાથે સમારેલી કોથમરી પણ ઉમેરી શકો છો.
  • 3). એક પેનમાં તેલ ગરમ કરો અને આ બેટરમાંથી ટામેટાના ભજીયા તળી લો.
  • 4). જ્યારે પકોડા ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યારે તેને કાઢી લો અને ગરમાગરમ સર્વ કરો.
  • 5). ઘણા લોકો ટામેટાની સ્લાઈસ પર ગ્રીન ફુદીના-મરચાની ચટણી કે બીજી ચટણીઓ પણ મૂકીને ભજીયા બનાવતા હોય છે તમે પણ મૂકી શકો છો.