ADVERTISEMENT
ADVERTISEMENT

મેથી નથી તો ચાલો બનાવીએ પાલકના ભજીયા, નોંધી લો રેસિપી

ભજીયા તો તમે ઘણા ખાધા હશે, આજે ટ્રાય કરીએ પાલકના ભજીયા. આ ભજીયાને બહારથી જોવામાં સમાન્ય ભજીયા જેવા જ લાગશે. પરંતુ ખાવામાં ટેસ્ટી હોય છે. તો ચાલો બનાવીએ પાલકના ભજીયા કે પાલકના પકોડા. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ પાલક પોષકતત્વોથી ભરપૂર હોય છે.

પાલકના ભજીયા બનાવવા માટે જરૂરી સામગ્રી

ADVERTISEMENT
ADVERTISEMENT
  • 1 કપ પાલકના પાન
  • 1/2 કપ ચણાનો લોટ
  • 1/4 ચમચી અજમ
  • 1/4 ચમચી જીરું
  • 1/4 ચમચી હળદર પાવડર
  • 1/4 ચમચી લાલ મરચું પાવડર
  • 1/4 ચમચી ગરમ મસાલા પાવડર
  • સ્વાદ મુજબ મીઠું
  • તળવા માટે તેલ
  • આમાં તમે સમારેલું લસણ, ડુંગળી, કોથમરી પણ ઉમેરી શકો છો.

પાલકના ભજીયા બનાવવાની રીત:

ADVERTISEMENT
ADVERTISEMENT
  • પાલકના પાનને સાફ કરીને બારીક સમારી લો.
  • એક મોટી તપેલીમાં ચણાનો લોટ, અજમો, જીરું, હળદર પાવડર, લાલ મરચું પાવડર, ગરમ મસાલા પાવડર અને મીઠું ઉમેરી મિક્સ કરો.
  • તેમાં સમારેલા પાલકના પાન ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
  • ઘટ્ટ બેટર બનાવવા માટે ધીમે ધીમે પાણી ઉમેરો.
  • એક પેનમાં તેલ ગરમ કરો અને આ બેટરમાંથી નાના પકોડા બનાવો અને તેને તળી લો.
  • જ્યારે પકોડા ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યારે તેને કાઢી લો. તૈયાર છે તમારા પાલકના ભજીયા, ગરમાગરમ સર્વ કરો.