ADVERTISEMENT
ADVERTISEMENT

વરસતા વરસાદ વચ્ચે માણો ભાતના ભજીયા કે ભાતના પકોડા, વાંચો તેને બનાવવાની સરળ રેસીપી

 વરસાદ આવે એટલે બધાને ભજીયા (Bhajiya) યાદ આવે. વરસાદ ચાલુ હોય અને ચા સાથે ગરમા ગરમ ભજીયા મળે તો મજા પડી જતી હોય છે. કેટલીક વાર તો ભજીયા ખાનાર પણ ભૂલી જતો હોય છે કે શાના ભજીયા ખાધા હતા. ભજીયા ઘણી વસ્તુના બનતા હોય છે અને દરેકનો ટેસ્ટ પણ અલગ-અલગ આવે છે. ત્યારે આજે અમે તમને ભાતના ભજીયા કે ભાતના પકોડા (Pakoda) કેવી રીતે બનાવવા તેની સરળ રેસીપી જણાવીશું.

ભાતના ભજીયા બનાવવા માટે સામગ્રી

ADVERTISEMENT
ADVERTISEMENT
  • બાફેલા ભાત
  • ચણાનો લોટ
  • હળદર
  • ખાંડ
  • આદુ મરચાનો પેસ્ટ
  • બાફેલા ગાજર, ફણસી અને બટાકા (તમે તમારી પસંદગીની શાકભાજી લઈ શકો છો)
  • મીઠું
  • તેલ

ભાતના ભજીયા બનાવવાની રીત

ADVERTISEMENT
ADVERTISEMENT
  • મોટી તપેલીમાં ચણાનો લોટ લો. પછી તેમાં ભાત અને બીજા બાફેલા શાકભાજી ઉમેરો.
  • હવે તેમાં હળદર, આદુ-મરચાનો પેસ્ટ, મીઠું, ખાડ અને જરૂર મુજબ પાણી ઉમેરી બેટર બનાવો.
  • તમે આ બેટરમાં સમારેલી ડુંગળી પણ નાખી શકો છો.
  • હવે તેલ ગરમ મૂકી ભજીયા પાડી લો.
  • ગોલ્ડન બ્રાઉન થાય એટલે બહાર કાઢી લો.
  • તૈયાર છે તમારા ભાતના ભજીયા કે ભાતના પકોડા.