જો તમે ગરીબીમાં જીવવા ન ઈચ્છતા હોવ તો પગાર આવતાની સાથે કરો આ કામ

જ્યોતિષ શાસ્ત્રમાં એવા ઘણા ઉપાયો બતાવવામાં આવ્યા છે, જે વ્યક્તિની આર્થિક મુશ્કેલી દૂર કરી શકે છે. જો કોઈ વ્યક્તિનો પગાર થોડા દિવસોમાં જ સમાપ્ત થઈ જતો હોય તો તેના માટે જ્યોતિષ શાસ્ત્રની કેટલીક ટિપ્સ અપનાવી શકો છો. આ માટે જ્યારે તમારો પગાર આવે ત્યારે તમારે જ્યોતિષમાં જણાવેલ આ સરળ ઉપાયોનું પાલન કરવું પડશે.

આ કામ ચોક્કસપણે કરો તમારે ક્યારેય તમારો પગાર બિનજરૂરી રીતે ખર્ચ કરવો જોઈએ નહીં.

તેના બદલે, તમે તમારો પગાર મળતાની સાથે જ તમારે સૌથી પહેલા તમારી ક્ષમતા મુજબ કંઈક દાન કરવું જોઈએ. હિંદુ ધર્મમાં દાનનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં વ્યક્તિએ પોતાનો પગાર ધાર્મિક સ્થળો અથવા ગરીબોને દાન કરવો જોઈએ. ધાર્મિક માન્યતા અનુસાર, માણસે પોતાની કમાણીમાંથી 10 ટકા સારા કાર્યો માટે દાનમાં આપવું જોઈએ.

ક્યારેય ખાલી નહીં થાય તમારું ખિસ્સું

જો તમારો પગાર જલ્દી ખતમ થઈ જાય છે તો તમારે રાત્રે સૂતા પહેલા આ કામ અવશ્ય કરવું જોઈએ. આ માટે રાત્રે સૂતા પહેલા એક ગ્લાસમાં દૂધ ભરો અને તેને તમારા પલંગની પાસે રાખો. બીજા દિવસે સૂર્યોદય પહેલા જાગી જવું અને સ્નાન વગેરે કરવું. આ પછી સૂર્યોદય સમયે બાવળના ઝાડના મૂળમાં આ દૂધ ચઢાવો. ધ્યાન રાખો કે, આ ઉપાય કરતી વખતે તમારો ચહેરો સૂર્યની દિશામાં હોવો જોઈએ. આમ કરવાથી વ્યક્તિનું ખિસ્સું ખાલી નથી રહેતું.

રવિવારે કરો આ કામ

હિંદુ ધર્મમાં એવું માનવામાં આવે છે કે, નિયમિત સૂર્ય પૂજા કરવાથી વ્યક્તિ જીવનમાં ઘણા ફાયદા મેળવી શકે છે. આ સાથે રવિવારે સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ માટે તાંબાના કળશમાં પાણી ભરીને તેમાં કુમકુમ નાખીને સૂર્યને અર્ઘ્ય ચઢાવો. તમારે આ ઉપાય એક રવિવારથી બીજા રવિવાર સુધી કરવાનો છે. આ પછી સોમવારે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરો અને દૂધમાં કેસર નાખીને સૂર્ય ભગવાનને અર્ઘ્ય ચઢાવો. આમ કરવાથી આર્થિક તંગીથી બચી શકાય છે.

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)