શુક્રવારે ભૂલથી પણ ન કરતા આ 7 કામ, નહીં મળે ઉપવાસનો લાભ

ધાર્મિક ગ્રંથો અનુસાર શુક્રવારનો દિવસ ધનની દેવી લક્ષ્‍મીને સમર્પિત માનવામાં આવે છે. આ દિવસે દેવી લક્ષ્‍મીની પૂજા કરવામાં આવે છે. ઘરમાં મોટાભાગના લોકો ખાસ કરીને શુક્રવારે મા વૈભવ લક્ષ્‍મી અને મા સંતોષીનું વ્રત રાખે છે, જેથી તેમને તેમના સંપૂર્ણ આશીર્વાદ મળે. પરંતુ હિંદુ ધર્મમાં આ દિવસે કેટલાક ખાસ કામ કરવાની મનાઈ છે. આ કામ કરવાથી દેવી લક્ષ્‍મી ક્રોધિત થાય છે અને તમને આ વ્રતનો પૂરો લાભ નથી મળતો.

આવો જાણીએ આ દિવસે કયા કામ ન કરવા જોઈએ

1. શુક્રવારે તમારા ઘરમાં ગંદી વસ્તુઓ ન રાખો, તેને સાફ કરો.

2. શુક્રવારે ભૂલથી પણ ખાટી વસ્તુઓ ન ખાઓ.

3. માતા લક્ષ્‍મીનો દિવસ શુક્રવાર છે, આ દિવસે ન તો કોઈને ઉધાર આપો અને ન તો કોઈની પાસેથી ઉધાર લો.

4. આ દિવસે કોઈને ખાંડ ઉધાર ન આપો. આમ કરવાથી શુક્ર ગ્રહ તમારી કુંડળીમાં નબળો પડે છે અને ઘરમાં દરિદ્રતા આવે છે.

5. જો તમે શુક્રવારે માંસ કે શરાબનું સેવન કરો છો તો દેવી લક્ષ્‍મી ક્રોધિત થાય છે અને ઘરમાં અશાંતિ આવે છે.

6. શુક્રવારે કોઈ પણ મહિલાનું અપમાન ન કરવું જોઈએ. કારણ કે, તેનાથી દેવી લક્ષ્‍મી નારાજ થાય છે અને તમારે ગરીબીનો સામનો કરવો પડી શકે છે.

7. શુક્રવારના દિવસે ભૂલથી પણ કોઈને સારું કે ખરાબ ન કહેવું.

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)