ADVERTISEMENT
ADVERTISEMENT

કાળી ગરદન એટલે 5 ગંભીર બીમારીનો સંકેત, પહેલાથી જ સંવેદનશીલ રહેજો નહીંતર રોવાનો આવશે વારો

નોર્મલ સ્કિનમાં મેલાનોસાઈટ્સ નામના કોષો હોય છે. આ કોષો મેલેનિનનું ઉત્પાદન કરે છે. મેલાનોસાઈટ્સ તે પદાર્થ છે જે સ્કિનને રંગ આપે છે. વધારે મેલેનિનવાળી સ્કિનને હાઈપરપિગમેન્ટેડ સ્કિન કહેવામાં આવે છે. અને ઓછી મેલેનિનવાળી સ્કિનને હાઈપોપિગમેન્ટેડ કહેવામાં આવે છે. જે સ્કિનમાં બિલકુલ મેલેનિન ન હોય તેને રંગહીન કહેવામાં આવે છે.

ગરદન કાળી પડવાનું સૌથી મોટી કારણ ત્યાંની ત્વચાની સંવેદનશીલતા છે.

તે સિવાય ગરદનની ત્વચા કાળી પડવાના કારણોમાં ખરાબ ડાયટ, સ્કિનની યોગ્ય રીતે કાળજી ન રાખવી સામેલ છે. તે સિવાય કેટલાક મેડિકલ કારણોસર પણ ગરદનની ત્વચા કાળી પડી જતી હોય છે. તેમજ જો તમારી ગરદનની આસપાસની ત્વચા કાળી પડી રહી હોય તો તેનો અર્થ છે તે તમારા શરીરમાં કેટલાક ફેરફાર થઈ રહ્યા છે. ગરદનની કાળાશ દૂર કરવા માટે તેનું કારણ જાણવું જરૂરી છે. આ સ્થિતિમાંથી છૂટકારો મેળવવા માટે તમારે તેના મૂળ કારણે જાણવા જરૂરી છે.

એક્સપર્ટના અનુસાર, આ બીમારીઓ ગરદનની કાળાશ માટે જવાબદાર હોય શકે છે જે નીચે મુજબ છે.

કોર્ટિસોલ હોર્મોન વધવાથી કુશિંગ સિંડ્રોમ થાય છે

કુશિંગ સિન્ડ્રોમ એક એવી સ્થિતિ છે જેમાં તમારા શરીરમાં કોર્ટિસોલ નામનું હોર્મોન વધે છે. આવું એટલા માટે થઈ શકે છે કારણ કે તમારું શરીર વધારે કોર્ટિસોલ બનાવી રહ્યું અથવા વધારે માત્રામાં ઓરલ કોર્ટિકોસ્ટેરોઈડ દવાઓનું સેવન કરી રહ્યા હોય ત્યારે થાય છે.

વધતું વજન પણ ગરદનની કાળાશનું કારણ

જે લોકો મેદસ્વિ હોય છે તેમની ગરદન, બગલ અને જાંઘનો કલર કાળો હોય છે.

બ્લડમાં ઈન્સ્યુલિન હાઈ હોવાનું પણ કારણ

નિષ્ણાતોના મતે બ્લડમાં ઈન્સ્યુલિનનું પ્રમાણ વધુ હોવાને કારણે ગરદનનો રંગ કાળો થવા લાગે છે.

PCOSને કારણે ગરદન કાળી પડી શકે છે

ADVERTISEMENT
ADVERTISEMENT

જે મહિલાઓને પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ હોય છે તેમના લોહીમાં ઈન્સ્યુલિનનું સ્તર વધવા લાગે છે. ઈન્સ્યુલિનનું પ્રમાણ વધુ હોવાને કારણે ગરદનની ત્વચા કાળી થવા લાગે છે.

ડાયાબિટીસના કારણે ગરદન કાળી પડી જાય છે

જે લોકો ડાયાબિટીસથી પીડિત છે અને જેમનું બ્લડ સુગર લેવલ વધારે છે તેમની ગરદનનો કલર કાળો થઈ શકે છે.

કયા ટેસ્ટની મદદથી ગરદનનો રંગ કાળો થઈ જાય છે

ગરદનમાં કાળાશનું કારણ કોઈ બીમારી પણ હોય શકે છે. કોઈ બીમારીના કારણે આવું થયું છે તે માટે તમારે સીરમ ઈન્સ્યુલિન ટેસ્ટ કરાવવો જોઈએ. બ્લડ સુગર ટેસ્ટ કરાવવો. લિવર ટેસ્ટ કરાવવું જોઈએ તેનાથી પણ ગરદનની કાળાશ વિશે જાણી શકાય છે.

અકન્થોસિસ નિગરિકન્સના કારણે

અકન્થોસિસ નિગરિકન્સ એક એવી સ્થિતિ છે જેમાં સ્કિનની પરત કાળી પડી જાય છે અને ત્વચાના થર જામી જાય છે.

ADVERTISEMENT
ADVERTISEMENT

ગરદનની કાળાશ દૂર કરવા માટે શું કરવું

  • ગરદનની કાળાશ દૂર કરવા માગો છો તો તમારે વજન કંટ્રોલમાં રાખવું.
  • ગરદનને રેગ્યુલર સાફ કરો. ગરદન પર સ્ક્રબ કરો.
  • હોર્મોનની તપાસ કરાવવી.
  • સ્કિન પર પરફ્યુમ લગાવવાનું ટાળવું.

(નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ માહિતી નું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી.)