અળવીના પાનના પાત્રા બનાવવાની સરળ રેસિપી

ગુજરાતીઓના નાસ્તાની વસ્તુઓમાં પાત્રાનો પણ સમાવેશ થાય છે. રવિવારની સવારે ગાઠિયા, ફાફળા, જલેબી, ખમણ, ઢોકળા, ખાંડવી સાથે પાત્રા પણ આ યાદીમાં આવે છે. આજે પાત્રા ઘરે સરળતાથી કેવી રીતે બનાવવા તેની વાત કરીશું.

પાત્રા બનાવવાની સામગ્રી

અડવીના પાન,
ચણાનો લોટ,
ગોળ,
આમલીનો પલ્પ,
આદુ-મરચાની પેસ્ટ,
હળદર,
લાલ મરચું પાવડર,
ગરમ મસાલો,
હિંગ,
મીઠું,
તેલ,
રાઈ,
સફેદ તલ.

પાત્રા બનાવવાની સરળ રીત

સ્ટેપ-1
સૌ પ્રથમ એક બાઉલમાં ચણાના લોટ,ગોળ,પાણી ઉમેરીને બેટર તૈયાર કરો.

સ્ટેપ-2
હવે અડવીના પાનને સારી રીતે ધોઈને સૂકવીને છરી વડે તમામ પાંદડામાંથી નસો કાઢી લો.

સ્ટેપ-3
હવે એક પાંદડા પર બેટર ફેલાવી તેના પર બીજું પાન મૂકો તેના પર પણ લોટનું બેટર ફેલાવી ત્રીજું પાન ટોચ પર મૂકો.

સ્ટેપ-4
હવે તેને ફોલ્ડ કરીને રોલ બનાવીને તૈયાર કરીને તેને સ્ટીમરમાં સ્ટીમ કરીને પછી ઠંડા થઈ જાય ત્યારે તેને પાતળા રોલમાં કાપી લો.

સ્ટેપ-5
હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ,સફેદ તલ,હિંગ ઉમેરી સાંતળીને પછી તૈયાર કરેલ પાત્રા પર ટેમ્પરિંગ ફેલાવો. તૈયાર છે સ્વાદિષ્ટ પાત્રાની રેસિપી તમે તેને ખજૂર,આમલીની ચટણી,લીલી ચટણી કે ચા સાથે સર્વ કરો.