ખાટી આમલી એક વનસ્પતિ છે. તેના ખાટા સ્વાદ માટે ઓળખાતી આમલી ભારતીય ખાન-પાનમાં અલગ જ મહત્વ ધરાવે છે. તેથી જ તેના સ્વાસ્થ્ય સાથે જોડાયેલા ફાયદાથી તો તમે વાકેફ હશો જ, પરંતુ તેના બ્યુટીને લગતા ફાયદાઓ વિશે બહુ ઓછા લોકો જાણે છે.
વિટામિન-બી અને સી, કેરોટિન, પોટેશિયમ અને મેગ્નેશિયમ સિવાય આમલીના અનેક સ્કીન ફ્રેન્ડલી ન્યૂટ્રીસન્ટ્સ હોય છે, જે સ્કિનને ચમકતી અને સુંદર બનાવે છે.
આમલીના કેટલાક એવા ફાયદાઓ છે જેના વિશે જાણ્યા પછી તમે આ ખાટી આમલીને તમારા રસોડાનો હિસ્સો ચોક્કસથી બનાવશો.
આમલી અને હળદરમાંથી બનાવો પેસ્ટ
સામગ્રી
- 30 ગ્રામ આમલી
- 100 મિલી પાણી
- અડધી ચમચી હળદર
બનાવવાની રીત
- સૌથી પહેલા એક તપેલીમાં 30 ગ્રામ આમલીમાં 100 મિલી પાણી મિક્સ કરીને તેનો ઉકાળો.
- જે બાદ આ પલ્પમાં અડધી ચમચી હળદર મિક્સ કરો. આ પેસ્ટને તમારા ચહેરા પર લગાવો
- થોડીવાર બાદ ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો. અઠવાડિયામાં ત્રણ વખત આ નુસ્ખાને અજમાવો.
- આમ કરવાથી તમારા ચહેરાના રંગમાં આવેલો ફરત તમે જાતે જ અનુભવશો.
(નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ માહિતી નું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી.)