ઉનાળાની જેમ ચોમાસામાં પણ ત્વચાની સંભાળ રાખવી જરૂરી છે. આ ઋતુમાં ડ્રાઈનેસ, રેડનેસ અને ખંજવાળ જેવી સમસ્યાઓ થાય છે. આ સિવાય ખીલ પણ થાય છે. આ સમસ્યાઓથી છૂટકારો મેળવવા માટે ત્વચાની ખાસ કાળજી લેવી પડે છે. ત્વચા સંબંધિત સમસ્યાથી છૂટકારો મેળવવા માટે નાળિયેર પાણીનો ઉપયોગ કરી શકાય છે.
નાળિયેર પાણી સ્વાસ્થ્યની સાથે ત્વચા માટે પણ ફાયદાકારક છે.
તેમાં અનેક પ્રકારના પોષક તત્વો હોય છે. તમે તેનો ઉપયોગ નેચરલ મોઈશ્ચરાઈઝર તરીકે કરી શકો છો. ચાલો જાણીએ તમે નાળિયેર પાણીનો ઉપયોગ સ્કિન કેર રૂટીનમાં કેવી રીતે કરી શકો છો.
ફેસ ટોનર
નાળિયેર પાણી ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે. તમે ફેસ ટોનર તરીકે નાળિયેર પાણીનો ઉપયોગ કરી શકો છો. આ માટે પહેલા એક કડાઈમાં થોડું પાણી ઉકાળો અને તેમાં ગ્રીન ટી નાખો. લગભગ બે મિનિટ સુધી ધીમી આંચ પર ઉકળવા દો. આ પછી ગ્રીન ટીને ગળી લો અને પાણીને ઠંડુ થવા દો. જ્યારે પાણી સારી રીતે ઠંડુ થાય ત્યારે તેમાં 2 ચમચી ગુલાબ જળ અને 3 ચમચી નાળિયેર પાણી નાખો. આ મિશ્રણને સ્પ્રે બોટલમાં નાખીને રાખો. ચહેરાને સાફ કર્યા પછી દરરોજ સવારે ટોનરનો ઉપયોગ કરો.
ફેસ પેક
ફેસ પેક બનાવવા માટે એક ચમચી ચંદન પાવડર, એક મોટી ચમચી એલોવેરા જેલ અને એક નાની ચમચી નાળિયેર પાણી મિક્સ કરો. આ મિશ્રણને સારી રીતે મિક્સ કરો અને ચહેરા પર લગાવો. લગભગ 20 મિનિટ પછી પાણીથી ધોઈ લો. ચમકતી ત્વચા મેળવવા માટે તમે આ ફેસ પેકનો ઉપયોગ અઠવાડિયામાં બે વાર કરી શકો છો.
ફેસવોશ
ફેશવોશ બનાવવા માટે એક બાઉલમાં એક ચમચી મધ, 1 નાની ચમચી નાળિયેર પાણી અને મોટી ચમચી કેમિકલ ફ્રી ફેશ વોશ મિક્સ કરો. આ મિશ્રણને ચહેરા પર લગાવો અને સૂકાયા બાદ પાણીથી ધોઈ લો. આમ કરવાથી તમારો ચહેરો ગ્લો લાગશે.
(નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ માહિતી નું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી.)