કરોડપતિ બોયફ્રેન્ડ સાથે કૃતિ સેનનના લગ્ન કન્ફર્મ

ધોની પરિવારની વહૂ બનશે બૉલીવુડની અદાકારા કરોડપતિ બોયફ્રેન્ડ સાથે કૃતિ સેનનના લગ્ન કન્ફર્મ, સાક્ષી સિંહનો કઝીન છે કબીર બહિયા

બોલિવૂડ એક્ટ્રેસ કૃતિ સેનન છેલ્લા ઘણા સમયથી પોતાની ફિલ્મોની સાથે અંગત જીવનને લઈને પણ ચર્ચામાં છે. અભિનેત્રી ધોનીના સાળા અને કરોડપતિ બિઝનેસમેનને ડેટ કરી રહી છે.કૃતિ સેનન વિશે એવા અહેવાલ છે કે તે એનઆરઆઈ બિઝનેસમેન કબીર બહિયાને ડેટ કરી રહી છે.

ઘણા સમયથી તેમના અફેરના અહેવાલો આવી રહ્યા છે. જો કે, બંનેમાંથી કોઈએ પણ આ અફવાઓ પર પ્રતિક્રિયા આપી નથી.
કૃતિ સેનને હાલમાં જ સ્ટેડિયમમાં પરફોર્મ કરતી વખતે એક વીડિયો શેર કર્યો હતો. તેના પર તેના કબીર બહિયાએ પ્રતિક્રિયા આપી હતી, જે બાદ ચાહકો તેમના સંબંધોને કન્ફર્મ માની રહ્યા છે.

થોડા દિવસો પહેલા, જ્યારે અભિનેત્રીનો જન્મદિવસ હતો, ત્યારે તેણે તેના કથિત બોયફ્રેન્ડ કબીર બહિયા અને બહેન નૂપુર સાથે ગ્રીસમાં વેકેશન મનાવ્યું હતું, જેને લગતા વીડિયો અને ફોટા વાયરલ થયા હતા.કબીર બહિયા એમએસ ધોનીના સાળા છે અને ધોનીની પત્ની સાક્ષી સિંહનો કઝીન ભાઈ છે.

રિપોર્ટ્સનું માનીએ તો કૃતિ અને કબીરની મુલાકાત અભિનેતા અક્ષય કુમારે કરાવી હતી.કામની વાત કરીએ તો કૃતિ છેલ્લે ‘ક્રુ’ ​​ફિલ્મમાં જોવા મળી હતી. હવે કૃતિ ટૂંક સમયમાં જ કાજોલ સાથે મિસ્ટ્રી થ્રિલર “દો પત્તી”માં જોવા મળશે.