ADVERTISEMENT
ADVERTISEMENT

બ્રેકફાસ્ટમાં ઝટપટ બનાવો પનીર ચિલ્લા જાણો રેસીપી

બ્રેકફાસ્ટમાં જો કોઈ એવી વસ્તુ મળી જાય જે ટેસ્ટી હોવાની સાથે હેલ્દી પણ હોય તો તમારુ બ્રેકફાસ્ટ કમ્પલીટ થઈ જાય છે. પનીર ચિલડો આવુ જ હેલ્દી બ્રેકફાસ્ટ છે આવો જાણીએ છે. પનીર ચિલડાની રેસીપી

સામગ્રી-ચણાનો લોટ 200 ગ્રામ, પમીત 75 ગ્રામ, ડુંગળી, લસણ, ચાર લીલા મરચાં(સમારેલા), કોથમીર, આદું એક નાની ચમચી, લાલ મરચાં એક નાની ચમચી, વરિયાળી એક નાની ચમચી, અજમા એક નાની

ચમચી , તેલ શેકવા માટે અને મીઠું સ્વાદ પ્રમાણે

ADVERTISEMENT
ADVERTISEMENT

વિધિ

પનીર ચિલડો રેસીપી માટે સૌથી પહેલા પનીરને છીણી લો. ત્યારબાદ ચણાના લોટને ગાળી લો. તેમાં પનીરની સાથે બધી સામગ્રી મિક્સ કરી લો. હવે મિશ્રણમાં થોડો-થોડો પાણી નાખતા તેનુ ખીરું બનાવી લો. ખીરું ભજીયાના ખીરુ જેવો જ હોવો જોઈએ. ન વધારે પાતળો ન વધારે ઘટ્. મિક્સ ને સારી રીતે ફેંટી લો અને તેને 15 મિનિટ સુધી ઢાકીને મૂકી દો.

હવે એક નૉન સ્ટીક તવા ગરમ કરો. તવા ગરમ થતા પર 1/2 નાની ચમચી તેલ તવા પર નાખો અને તેને પૂર્ણ સપાટી પર ફેલાવી દો. ધ્યાન રાખો કે તેલ માત્ર તવાનો ચિકણો કરવા માટે ઉપયોગ કરવું છે. જો તવા પર તેલ વધારે લાગી જાય તો તેને તવાથી લૂંછી લો. તવા ગરમ થતા પર તાપ ઓછુ કરે 2-3 મોટા ચમચી ખીરું તવા પર નાખો અને ગોળ ફેરવી દો. ચીલડાની નીચેની સપાટી સોનેરી થતા પર તેને પલટી નાખો અને તેને શેકી લોલ આ રીતે ચીલ્ડા શેકી લો. તમે તેને ચટણી કે સૉસ સાથે સર્વ કરી શકો છો.

ADVERTISEMENT
ADVERTISEMENT