શનિવારનો દિવસ ભગવાન શનિદેવને સમર્પિત હોય છે. આ દિવસે શનિદેવની પૂજા કરવાથી ભક્તોના દરેક દુખ અને તકલીફ દૂર થઈ જાય છે. જે જાતક શનિ દોષ જેમ કે સાડેસાતી અને ઢૈય્યા જેવી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે તે શનિવારના દિવસે શનિદેવને કાળા તલ અને સરસવનું તેલ જરૂર ચડાવો. તેના ઉપરાંત શનિવારના દિવસે પીપળાના ઝાડની પૂજા કરો. આ ઉપરાંત શનિવારના દિવસે આ ઉપાયોને કરવાથી શુભ ફળોની પ્રાપ્તિ થાય છે.
જો તમારે ઉન્નતિના માર્ગમાં આવેલી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તો આજના દિવસે સ્નાન કરી સ્વચ્છ કપડા પહેરી એક કાચ્ચો સુતરાઉનો દોરો લો તેને પીપળાના ઝાડની સાત વખત લપેટી લો. હાથ જોડી શનિદેવનું ધ્યાન કરતા આ મંત્રનો જાપ કરો. ‘ऊँ ऐं श्रीं ह्रीं शनैश्चराय नमः।’
જો તમારા દાંપત્ય જીવનમાંથી ખુશીઓ જતી રહી છે તો દાંપત્ય જીવનમાં ફરી ખુશીઓ લાવવા માટે આજના દિવસે તમારે થોડા કાળા તલ લઈ પીપળાના ઝાડને ચડાવો. સાથે જ પીપળાના ઝાડમાં પાણી ચડાવવું જોઈએ અને શનિદેવના આ મંત્રનો જાપ કરો. ‘ऊँ श्रीं शं श्रीं शनैश्चराय नमः।’
જો તમે પોતાના સંતાનને સારી શિક્ષા આપવા માંગો છો પરંતુ તમને કોઈને કોઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તો આ મુશ્કેલીઓથી બહાર નિકળીને આજના દિવસે તમારે શનિના મંત્રનો 11 વખત જાપ કરાવવો જોઈએ. શનિદેવનો મંત્ર આ પ્રકારે છે- ‘ऊँ श्रीं ह्रीं शं शनैश्चराय नमः।’
જો તમારા ઘરને કોઈની કાળી નજર લાગી ગઈ છે જેનાથી તમારા પરિવારના કોઈ સદસ્યને મુશ્કેલી આવી રહી છે તો તેમના માટે આજના દિવસે સ્નાન કર્યા બાદ તમારે શનિદેવના આ મંત્રનો 31 વખત જાપ કરવો જોઈએ. મંત્ર છે- ‘ऊँ श्रीं शं श्रीं शनैश्चराय नमः।’ અને જપ બાદ એક લીલુ ફૂલ લઈને ગંદા નાળામાં પ્રવાહિત કરી દો.
જો તમે અભ્યાસના ક્ષેત્રમાં મજબૂત બનવા જઈ રહ્યા છો તો તેના માટે આજના દિવસે તમને શનિદેવના આ મંત્રનો જાપ કરવો જોઈએ. મંત્ર આ પ્રકારે છે- ‘ऊँ ऐं शं ह्रीं शनैश्चराय नमः।’ આ મંત્રનો 21 વખત જાપ કરો. અને જપ વખતે હાથમાં કાળા તલ લઈને રાખો.
જો તમારી પૈતૃક જમીન સંબંધી કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો તે મુશ્કેલીથી બહાર નિકળવા માટે આજના દિવસે તમારે લોટનો દીવો બનાવવો જોઈએ અને તેમાં સરસવનું તેલ નાખી તેને શનિદેવના આગળ પ્રજ્વલિત કરો.
( નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)