બોડીમાં લોહીની કમી પેદા થવાના કારણે તમને એક બે નહીં પરંતુ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. માટે તમારા સ્વાસ્થ્ય માટે સારૂ રહેશે કે તમે પોતાના શરીરમાં લોહીની કમી પેદા ન થવા દો. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે તમારી અમુક આદતો આયરનની કમી એટલે કે એનીમિયાનું કારણ બની શકે છે. તમને સમય રહેતા આ પ્રકારની આદતોને સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ.
અનહેલ્ધી ડાયેટ પ્લાન
જો તમે પણ મોટાભાગે બહારનું અનહેલ્ધી અને જંક ફૂડ ખાવ છો તો તમને પોતાની આ આદતને ઈમ્પ્રૂવ કરી લેવી જોઈએ. શરીરમાં લોહીની કમીને પેદા થવાથી રોકવા માટે પૌષ્ટિક ડાયેટ પ્લાનને ફોલો કરવી ખૂબ જ જરૂરી છે. પોતાની ડાટેયમાં આયર્ન રિચ ફૂડ આઈટમ્સને જરૂર શામેલ કરો.
સ્મોકિંગની આદત
જો તમે સ્મોકિંગ કરો છો તો તમને સાવધાન રહેવાની જરૂર છે. એક્સપર્ટ્સ અનુસાર ધુમ્રપાન કરવાના કારણે બોડીમાં ઓક્સીજનની કમી થવા લાગે છે અને બ્લડ સેલ્સના પ્રોડક્શન પર ખરાબ અસર પડે છે. સ્મોકિંગના કારણે તમે ગંભીર અને જીવલેણ બીમારીઓનો શિકાર બની શકો છો.
દારૂનું સેવન
દારૂનું સેવન કરવાના કારણે બોડીમાં આયર્નની કમી પેદા થઈ શકે છે. આટલું જ નહીં દારૂ પીવાની આદત તમારી ઓવરઓલ હેલ્થને ખરાબ રીતે ડેમેજ કરી શકે છે. જો તમે હકીકતે એનીમિયા જેવી બીમારીના લપેટામાં નથી આવવા માંગતા તો તમને દારૂ પીવાની ખરાબ લતને તરત છોડી દેવી જોઈએ.
ખરાબ લાઈફસ્ટાઈલ
એનીમિયાથી બચવું હોય તો તમારે ફિટ રહેવું ખૂબ જ જરૂરી છે. તમારી ખરાબ લાઈફસ્ટાઈલને ઈમ્પ્રૂવ કરવી જોઈએ. અડધાથી વધારે બીમારીઓ ખરાબ લાઈફસ્ટાઈલના કારણે તમારી બોડી પર એટેક કરે છે.
(નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ માહિતી નું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી.)