ADVERTISEMENT
ADVERTISEMENT

આ રીતે બનાવેલું મેથી-પાપડનું શાક બધાને ભાવશે, સૌ કોઈ પૂછશે રેસિપી

મેથી-પાપડનું શાક ઘણા લોકોનું પ્રિય હોય છે. આયુર્વેદની દ્રષ્ટિએ પણ મેથી લાભદાયી છે. આજે મેથી-પાપડનું શાક બધાને ભાવે તેવું કેવી રીતે ઘરે બનાવવું તેની રેસિપી તમને જણાવશે.

મેથી પાપડનું શાક બનાવવા માટે જરૂરી સામગ્રી:

ADVERTISEMENT
ADVERTISEMENT
  • 1 કપ મેથી
  • 1 કપ પાપડના ટૂકડા
  • 2 મધ્યમ ડુંગળી, બારીક સમારેલી
  • 2 મધ્યમ ટામેટાં, બારીક સમારેલા
  • 1 લીલું મરચું, બારીક સમારેલ
  • 1 ચમચી આદુ-લસણની પેસ્ટ
  • 1 ચમચી જીરું પાવડર
  • 1 ચમચી ધાણા પાવડર
  • 1/2 ચમચી હળદર
  • 1/2 ચમચી લાલ મરચું પાવડર
  • સ્વાદ મુજબ મીઠું
  • 2 ચમચી તેલ
  • કોથમીર, ગાર્નિશ કરવા

મેથી પાપડનું શાક બનાવવાની રીત:

ADVERTISEMENT
ADVERTISEMENT
  • સૌથી પહેલા મેથીને 6 કલાલ માટે પલાળી દો. પછી તેને કૂકરમાં બાફી લો અને તેમાંથી પાણી અલગ કરી દો.
  • એક કડાઈમાં તેલ ગરમ કરો અને તેમાં ડુંગળી, ટામેટા, લીલા મરચા અને આદુ-લસણની પેસ્ટ નાખીને સાંતળો.
  • જીરું પાવડર, ધાણા પાવડર, હળદર પાવડર અને લાલ મરચું પાવડર ઉમેરો અને ફ્રાય કરો.
  • હવે તેમા મેથી અને પાપડના ટૂકડા ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
  • મીઠું અને પાણી મિક્સ કરો અને ધીમી આંચ પર 5-7 મિનિટ સુધી પકાવો. તૈયાર છે તમારું મેથી-પાપડનું શાક. કોથમીરથી ગાર્નિશ કરીને સર્વ કરો.