બોલિવૂડ એક્ટ્રેસ અને શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી અવારનવાર પોતાના લુક્સને કારણે ચર્ચામાં રહે છે. તાજેતરમાં અભિનેત્રીએ તેના વેકેશનની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. જે હવે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરનાર અભિનેત્રી પલક તિવારી સોશિયલ મીડિયા પર પણ લોકપ્રિય છે.
તાજેતરમાં જ અભિનેત્રીની ગોવા વેકેશનની કેટલીક તસવીરો સામે આવી છે.
પલક તિવારીએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યું છે. તસવીરોમાં અભિનેત્રી ખૂબ જ રિવીલિંગ લુકમાં જોવા મળી હતી.
વેકેશનની આ તસવીરોમાં પલક તિવારીએ બ્લેક કલરનું બોડીફિટ બેકલેસ ટોપ પહેર્યું છે. જેની સાથે તેણે વ્હાઇટ પ્રિન્ટેડ પેન્ટ પહેર્યું છે.આ સિવાય એક ફોટોમાં તે ઓફ શોલ્ડર લોંગ ડ્રેસ પહેરીને બીચ પર પોઝ આપતી પણ જોવા મળી હતી.
એક ફોટોમાં પલક બેકલેસ ટોપ પહેરીને પાણીમાં પોઝ આપતી જોવા મળી હતી. આ ફોટો જોઈને તેના ફેન્સ ફરી એકવાર અભિનેત્રીના પ્રેમમાં પડી ગયા છે.
આ તસવીરો શેર કરતી વખતે પલકે લખ્યું, ‘ગર્લ્સ ટ્રિપ’… પલકની આ તસવીરો હવે ઝડપથી વાયરલ થઈ રહી છે. જેના પર ફેન્સ પણ લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે.