ADVERTISEMENT
ADVERTISEMENT

રાંધણ છઠ્ઠના દિવસે બાળકો માટે બનાવો ક્રિસ્પી શક્કરપારા, ફટાફટ નોંધી લો રેસીપી

રાંધણ છઠ્ઠ આવે અને શક્કરપારાની વાત ન આવે તેવું બને નહીં. કારણે કે આ વાનગી બાળકોને બહુ ભાવે છે. આજે ગુજરાતી જાગરણ તમને ઘરે શક્કરપારા કેવી રીતે બનાવવા.

શક્કરપારા બનાવવાની સામગ્રી

ADVERTISEMENT
ADVERTISEMENT
  • એક મોટો વાટક મેંદો,
  • અડધો વાટકો દળેલી ખાંડ
  • થોડું દૂધ
  • થોડો રવો
  • અડધો કપ ઘી
  • તેલ
  • પાણી

શક્કરપારા બનાવવાની રીત

ADVERTISEMENT
ADVERTISEMENT
  • મોટા બાઉલમાં દૂધ લો. પછી તેમા દળેલી ખાંડ ઉમેરો અને મિક્સ કરો.
  • ઓગળી જાય ત્યાં સુધી હલાવો.
  • પછી તેમા ઘી પાંચ ચમચી ઉમેરી મિક્સ કરો અને પછી રવો ઉમેરી મિક્સ કરો.
  • પછી તેમા મેંદાનો લોટ ઉમેરો અને મિક્સ કરો.
  • પાંચ ચમચી તેલ ઉમેરી મિક્સ કરો. લોટ બાંધી લો અને બે કલાક માટે સાઈડમાં મૂકી દો.
  • જો બહુ ઢીલો થઈ જાય તો થોડો મેંદો ઉમેરી દો.
  • હવે લુવા બનાવી ભાખરી જેવું જાડું વણી લો. પછી ચપ્પાની મદદથી ચોરસ આકારમાં આડા-ઉભા કાપા પાડી લો.
  • હવે તળવા માટે તેલ ગરમ કરી દો. તેલ ગરમ થઈ જાય પછી તેમા આ તળી લો. ગોલ્ડન બ્રાઉન થાય એટલે બહાર કાઢી લો. તો તૈયાર છે તમારા શક્કરપારા.