શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. આ મહિનામાં અવનવી ફરાળીની વાત ન આવે તેવું બને જ નહીં. આજે ફરાળી કઢી કેવી રીતે બનાવવી તેની વાત કરીશું.
- ફરાળી કઢી બનાવવાની સામગ્રી
- 2 કપ ખાટી છાશ
- 3 ચમચી શિંગોડાંનો અથવા રાજગરાનો લોટ
- 1 ચમચી આદુ-મરચાંની પેસ્ટ
- 2 ચમચી ખાંડ
- 1 ચમચી ઘી
- અડધી ચમચી જીરું
- 2 નંગ આખાં લાલ મરચાં
- 1 ચમચી કોપરું
- મીઠું પ્રમાણસર
- ફરાળી કઢી બનાવવાની રીત
- તપેલીમાં ખાટી છાશ લો. પછી તેમા શિંગોડાંનો અથવા રાજગરાનો લોટ અને થોડી પાણી નાખી મિક્સ કરો.
- પછી તેમા મીઠું, આદુ મરચાંની પેસ્ટ, ખાંડ નાંખી ઉકળવા દો.
- હવે એક મોટી તપેલીમાં ઘી મૂકી, તેમાં જીરું અને આખાં લાલ મરચાં ઉમેરો. પછી તેમા ઉકળેલી કઢી નાખી દો. હવે તેમા કોપરું ઉમેરો. તો તૈયાર છે તમારી ફરાળી કઢી.