સોમવતી અમાસે કરો સરળ ઉપાય, પિતૃઓ પ્રસન્ન થશે

  • ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે આ તિથિ ખૂબ જ વિશેષ માનવામાં આવે છે
  • આ વર્ષે સોમવતી અમાસ 2 સપ્ટેમ્બર, 2024 ના રોજ ઉજવવામાં આવશે
  • સોમવતી અમાસના દિવસે સ્નાન અને દાનનું ખુબ મહત્વ છે

સોમવતી અમાસનું હિન્દુઓમાં ઘણું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ છે. આ દિવસે લોકો વિવિધ પ્રકારની ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ કરે છે. કારણ કે તે સોમવારે આવે છે, તેને સોમવતી અમાસ તરીકે ઓળખવામાં આવે છે.

આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાની પરંપરા છે. આ વખતે સોમવતી અમાસ 2 સપ્ટેમ્બર, 2024 ના રોજ ઉજવવામાં આવશે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન મહાદેવની વિશેષ પૂજા કરવાથી વ્યક્તિને સુખ અને શાંતિની પ્રાપ્તિ થાય છે. આનાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે, તો ચાલો જાણીએ આ દિવસે કરેલા શુભ યોગ અને ઉપાયો.

સ્નાન અને દાનનું મહત્વ

સોમવતી અમાસના દિવસે સ્નાન અને દાનનું ખુબ મહત્વ છે. એવી ધાર્મિક માન્યતા છે કે આ દિવસે ગંગા નદીમાં સ્નાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે અને વ્યક્તિ જાણ્યે-અજાણ્યે કરેલા પાપોમાંથી મુક્ત થાય છે. આ દિવસે પિતૃઓનું શ્રાદ્ધ, તર્પણ અને પિંડદાન વિધિ પણ કરવામાં આવે છે. એવું કહેવાય છે કે આનાથી પિતૃઓ સંતુષ્ટ થાય છે અને તેમને સુખ મળે છે. તેમજ પૂર્વજો પ્રસન્ન થઈને પરિવારના સભ્યોને સુખ, શાંતિ અને સમૃદ્ધિના આશીર્વાદ આપે છે.

શ્રાવણ મહિનામાં તેરસ ચૌદસ અને ભાદરવી અમાસે પિતૃ તર્પણ કરવાનો અવસર

શ્રાવણ મહિનામાં તેરસ ચૌદસ અને ભાદરવી અમાસ જે પિતૃ તર્પણ કરવાના મહત્વના દિવસો ગણાતા હોય છે, આ દિવસોમાં પિતૃ તર્પણ કરવાથી પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે. ત્યારે આજે શ્રાાવણ વદ તેરસના દિવસે ગિરનારની ગોદમાં આવેલ દામોદર કુંડ ખાતે મોક્ષ પીપળે મોટી સંખ્યામાં લોકો પિતૃ તર્પણ કરવા માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડયા હતા. અહી મોક્ષ પીપળે પાણી રેડી પિતૃઓના મોક્ષને લઈ પ્રાર્થના કરવામાં આવે છે.

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)