ADVERTISEMENT
ADVERTISEMENT

કસમયની ભૂખ સંતોષવા માટે બેસ્ટ છે મકાઈની આ વાનગી,કરો ટ્રાય

  • મકાઈના લોટનું ખીચું લાગશે સ્વાદિષ્ટ
  • ટેસ્ટી અને ગરમાગરમ ખીચું સંતોષશે તમારી ભૂખ
  • વરસાદમાં મકાઈની વાનગીઓ આપે છે ખાસ ટેસ્ટ

સામાન્ય રીતે આપણા ત્યાં મકાઈના લોટમાંથી રોટલા બનતા હોય છે. પણ શું તમે જાણો છો કે આપણને સૌને ભાવતું સ્વાદિષ્ટ ખીચું પણ આપણે સૌ ઘરે જ બનાવી શકીએ છીએ. જરૂરી નથી કે ખીચું ચોખાના લોટનું જ બને. તમે મકાઈના લોટમાંથી પણ ટેસ્ટી અને ગરમાગરમ ખીચું તૈયાર કરી શકો છો.

તો જાણો કેવી રીતે તમે તેને ફટાફટ અને ઘરે તમારી નાની અને કસમયની ભૂખને સંતોષવા માટે બનાવી શકો છો. જાણો સરળ સ્ટેપ્સની રેસિપિ.

મકાઈના લોટનું ખીચું

સામગ્રી

-1 કપ મકાઈનો લોટ

-2 કપ પાણી

-2 ટેબલ સ્પૂન લસણની પેસ્ટ

ADVERTISEMENT
ADVERTISEMENT

-2 ટેબલ સ્પૂન લીલા મરચાંની પેસ્ટ

-1 ટી સ્પૂન અજમો

-મીઠું સ્વાદાનુસાર

-તેલ જરૂર મુજબ

રીત

ADVERTISEMENT
ADVERTISEMENT

સૌપ્રથમ એક નોનસ્ટિક પેનમાં થોડું તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં લસણની પેસ્ટ નાખીને સાંતળો. ત્યાર બાદ તેમાં પાણી, મીઠું અને અજમો નાંખીને પાણીને ઉકળવા દો. એક ઉભરો આવે એટલે તેમાં ધીમે-ધીમે મકાઈનો લોટ નાખો. સતત હલાવતા રહો. ગઠ્ઠા ના રહે તે વાતનું ખાસ ધ્યાન રાખવું. સાતથી દસ મિનિટ સુધી ધીમા તાપે ચઢવા દેવું. વચ્ચે-વચ્ચે હલાવતા રહેવુ. વેલણથી હલાવશો તો વધારે સરળતાથી હલાવી શકશો. લોટ ચઢી જાય એટલે ગેસ બંધ કરીને, ગરમા-ગરમ ખીચા પર સિંગતેલ નાંખીને સર્વ કરો.