ADVERTISEMENT
ADVERTISEMENT

શ્રાવણ મહિનાના ઉપવાસમાં ચટપટું ખાવાનું મન થયું હોય તો બનાવો સીંગદાણા ચાટ

શ્રાવણ મહિનાના ઉપવાસમાં ચટપટું ખાવાનું મન થયું હોય તો આજે આપણે બનાવીશું સીંગદાણા ચાટ. આ રીતે બનાવેલા સીંગદાણા ચાટમાં ટેસ્ટ પણ અલગ આવશે. તો ચાલો બનાવીએ સીંગદાણા ચાટ.

  • સીંગદાણા ચાટ બનાવવાની સામગ્રી
  • મગફળી,
  • બટેટા,
  • કાકડી,
  • લીંબુ,
  • દાડમના દાણા,
  • લીલી ચટણી,
  • કાળા મરી પાવડર,
  • શેકેલું જીરું પાઉડર,
  • કોથમીર.

સીંગદાણા ચાટ બનાવવાની રીત

સ્ટેપ-1

સૌ પ્રથમ એક પ્રેશર કૂકરમાં સીંગદાણા પાણી,બટાકાના બે ભાગ કરીને થોડું મીઠું ઉમેરીને 3 કે 4 સીટી વાગે ત્યાં સુધી બાફી લો.

ADVERTISEMENT
ADVERTISEMENT

સ્ટેપ-2
હવે એક મિક્સર જારમાં લીલા મરચા,આદુ,સીંગદાણા,ફુદીનો-કોથમરી,લીંબુનો રસ અને ખાંડ ઉમેરીને ગ્રાઈન્ડ કરી પછી થોડું પાણી ઉમેરીને ચટણી બનાવી લો.

સ્ટેપ-3
હવે એક બાઉલમાં બાફેલા સીંગદાણા,બાફેલ બટાકા,સમારેલી કાકડી,મીઠું,શેકેલ જીરું,મરી પાઉડર ઉમેરો.

ADVERTISEMENT
ADVERTISEMENT

સ્ટેપ-4
હવે તેમાં લીલી ચટણી,કોથમરી,લીંબુનો રસ,દાળમના દાણા,ફરાળી ચેવડો ઉમેરીને મિક્સ કરી લો. તૈયાર છે ચટપટી સીંગદાણીની ચાટ તમે સર્વ કરી શકો છો.