હાર્દિકએ જુલાઈ મહિનામાં પોતાની પૂર્વ પત્ની નતાશા સ્ટાનકોવિચથી અલગ થયો છે. હવે એક બોલિવુડ અભિનેત્રીએ તેમને ક્રશ જણાવ્યો છે. તેમણે કહ્યું કે, તે પંડ્યાને ખુબ પસંદ કરે છ. છેલ્લા 1 મહિનામાં આ ત્રીજી વખત છે જ્યારે કોઈ અભિનેત્રી સાથે પંડ્યાનું નામ જોડાયું હોય.
ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા અને નતાશા જ્યારથી અલગ થયા છે. ત્યારથી હાર્દિકનું નામ અલગ અલગ અભિનેત્રીઓ સાથો જોડાઈ રહ્યું છે.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન દરમિયાન અનન્યા પાંડે સાથેના સંબંધે જોર પકડ્યું હતુ. તે બાદ જેસ્મિન વાલિયા સાથે ડેટિંગની અફવા ઉડી હતી. હવે બોલિવુડ અભિનેત્રી ઈશિતા રાજે પંડ્યાને પોતાનો ક્રશ જણાવ્યો છે.
બોલિવુડ અભિનેત્રી ઈશિતા રાજે હાર્દિક પંડ્યાને પોતાનો ક્રશ ગણાવ્યો છે. તેમણે એ વાત પણ સ્વીકારી છે કે, હાર્દિક પંડ્યાને તે ખુબ પસંદ કરે છે. અભિનેત્રીના આ નિવેદન બાદ ભારતીય ઓલરાઉન્ડર ચર્ચામાં આવ્યો છે.
હાર્દિક પંડ્યા આઈપીએલ 2024થી સતત ચર્ચામાં રહ્યો છે. અનન્યા પાંડે અને જેસ્મિન વાલિયા સાથે ડેટિંગની અફવા વચ્ચે બોલિવુડ અભિનેત્રી ઈશિતા રાજે તેને ક્રશ કહ્યો છે.
એક ઈન્ટરવ્યુ દરમિયાન ઈશિતાએ કહ્યું તે પંડ્યાને ખુબ પસંદ કરે છે. આ દરમિયાન અભિનેત્રીએ ક્રિકેટર ઓલરાઉન્ડર પંડ્યાના ખુબ વખાણ પણ કર્યા હતા. અને કહ્યું તે ખુબ સારું રમે છે. સાચું કહું તો હાર્દિક મારો સૌથી ફેવરિટ ક્રિકેટરમાંથી એક છે.
હાર્દિક પંડ્યાને ક્રશ કહેનારી ઈશિતા તેનાથી 4 વર્ષ મોટી છે. દિલ્હીની રહેવાસી અને ગાર્ગી કોલેજમાંથી ગ્રેજ્યુએશન કરનારી તેમજ ઈંગ્લેન્ડમાં બિઝેનસનો અભ્યાસ કરી ચૂકી છે. ઈશિતાએ વર્ષ 2011માં પ્યાર કા પંચનામા ફિલ્મથી બોલિવુડમાં એન્ટ્રી કરી છે. ત્યારબાદ તેમણે સોનૂ કે ટીટુ કી સ્વીટી જેવી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે. અત્યારસુધી ઈશિતા 9 ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.