જમવામાં સ્વાદમાં વધારો કરે તેવી સીંગદાણાની ચટણી ઘરે કેવી રીતે બનાવવી તેની રેસિપી આજે આપણે જોઈશું.
- સીંગદાણાની ચટણી બનાવવાની સામગ્રી
- નાનો વાટકો સીંગદાણા
- મીઠું,
- નાનો આદુનો ટૂકડો
- 4 લીલા મરચા
- 5 લસણની કળી
- કોથમરી
- લીંબુ
- સીંગદાણાની ચટણી બનાવવાની રીત
- સીંગદાણાને સૌ પ્રથમ શેકી લો. પછી તેના ફોતરા કાઢી લો.
- હવે મિક્સર જારમાં સીંગદાણા, મીઠું, આદુ, લીલા મરચા, લસણ, કોથમરી, લીંબુનો રસ અને થોડી પાણી ઉમેરો.
- આ બધી વસ્તુ ઉમેર્યા બાદ તેને બરાબર પીસી લો.
- જો તમારે સીંગદાણાની ચટણીમાં તેલનો વધાર કરવો હોય તો તે પણ તમે નાના વઘારિયામાં રાઈ અને મીઠો લીમડો તેલમાં નાખી કરી શકો છો.
- ઘણા ઘરોમાં વઘાર વગર આ સીંગદાણાની ચટણી ખવાય છે. આ ચટણી ખાતી વેળાએ ઘણા લોકો તેમા થોડું દહીં મિક્સ કરીને પણ ખાય છે આનાથી ટેસ્ટ સારો આવે છે.