જો તમે રોજ-રોજ એકનું એક ખાઈને કંટાળી ગયા છો. તો આજે અમે તમારા માટે મેથી પાપડના શાકની રેસીપી જણાવવા જઈ રહ્યા છે. જેને તમે સરળતાથી જ ઘરે જ બનાવી શકો છો. આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ અને મસાલેદાર બને છે, જે દરેકને ખૂબ જ ગમે છે. જાણો તેની સરળ રેસિપી.
મેથી પાપડનું શાક બનાવવા માટેની સામગ્રી
- 1 1/2 ચમચી મેથીના દાણા
- 1 1/2 કપ કાચા પાપડ (ટુકડા કરી લો)
- 2 1/2 ચમચી તેલ
- 1/2 ચમચી લાલ મરચું પાવડર
- 1/4 ચમચી હળદર પાવડર
- 1/2 ચમચી ધાણા-જીરું પાવડર
- 1/4 ચમચી હિંગ
- 1/2 ચમચી સરસવ
- 1 ચમચી દળેલું ગોળ
- સ્વાદ પ્રમાણે મીઠું
સર્વ કરવા માટે
રોટલી
મેથી પાપડનું શાક બનાવવાની રીત
- સૌ પ્રથમ મેથીના દાણાને પૂરતા ગરમ પાણીમાં લગભગ 30 મિનિટ સુધી પલાળી રાખીને ગાળી લો.
- જરૂરી માત્રામાં પાણી ઉમેરીને 3 સીટી સુધી પ્રેશર કુક કરી લો.
- બાકીનું પાણી ગાળીને સાઈડ પર મૂકી દો.
- એક નોન-સ્ટીક પેનમાં તેલ ગરમ કરીને તેમાં હિંગ અને સરસવ ઉમેરો.
- જ્યારે દાણા તડકા મારવા લાગે ત્યારે તેમાં 1 1/2 કપ પાણી, ધાણા-જીરું પાવડર, હળદર પાવડર, લાલ મરચું પાવડર, ગોળ અને મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરો.
- તેને ધીમી આંચ પર પાણી ઉકળે ત્યાં સુધી પકાવો.
- મેથીના દાણા અને પાપડ નાખીને સારી રીતે મિક્સ કરી લો.
- હવે તેને ધીમા તાપે બીજી 5-7 મિનિટ સુધી રાંધી લો.
- તૈયાર છે સ્વાદિષ્ટ મેથી પાપડનું શાક.
- તેને રોટલી સાથે સર્વ કરો.