રાજકુમાર રાવનો આજે જન્મદિવસ છે. આ ખાસ દિવસે તેમણે પોતાની આગામી ફિલ્મ માલિકની જાહેરાત કરી છે. શુક્રવારે આ ફિલ્મનું પોસ્ટર રિલીઝ થયું. જેમાં એક ધમાકેદાર ડાયલોગ સાથે રાજકુમાર રાવે ટાઈટલ અને લુકની જાહેરાત કરી હતી.
પોસ્ટરને શેર કરતાં રાજકુમારે કહ્યું કે માલિકની દુનિયામાં તમારું સ્વાગત છે. શુટિંગ શરૂ થઈ ગયું છે.
જલ્દીથી મુલાકાત થશે. રિલીઝ થયેલા પોસ્ટરમાં રાજકુમાર રાવ જીપ પર હાથમાં બંદુક સાથે ઉભા છે અને ગુસ્સાથી કોઈને ઘુરતા નજરે પડી રહ્યા છે.
રાજકુમાર બોલિવુડના વર્સેટાઈલ એક્ટરમાંના એક ગણવામાં આવે છે. આ વર્ષે તેમની જે પણ ફિલ્મ રિલીઝ થઈ તેમાં તેમની દરેક ભૂમિકામાં અલગ અલગ શેડ્સ જોવા મળી રહ્યા છે. માલિક એ આ વર્ષની તેમની ચોથી ફિલ્મ છે. આ પહેલા તેમની ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ , ‘શ્રીકાંત’ અને સુપરહિટ ‘સ્ત્રી 2’ રિલીઝ થઈ ચુકી છે.