શ્રાવણ મહીનામાં અનેક તહેવારો આવે છે. તેમાનો એક તહેવાર એટલે જન્માષ્ટમી. કૃષ્ણ જન્મોત્સવ મોટા ભાગના ઘરોમાં ઉજવાતો હોય છે. ભગવાન કૃષ્ણની શ્રદ્ધાપૂર્વક પૂજા-અર્ચના કરવામાં આવે છે. જેમા પંચામૃત પણ ધરવામાં આવે છે. તો આ પંચામૃત ઘરે કેવી રીતે બનાવવું તેની રેસિપી આજે ગુજરાતી જાગરણ તમને અહીં જણાવશે.
પંચામૃત બનાવવાની સામગ્રી
▫દૂધ
▫ઘી
▫મધ
▫દહીં
▫દળેલી ખાંડ
પંચામૃત બનાવવાની રીત
▫નાની તપેલી લો. તેમા એક વાટકો દૂધ ઉમેરવું.
▫દૂધમાં ખાટું ન હોય તેવું બે ચમચી ઘી ઉમેરો.
▫એક ચમચી મધ ઉમેરો.
▫એક ચમચી ઘી ઉમેરો
▫એક ચમચી દળેલી ખાંડ ઉમેરો. પછી તમામ વસ્તુ બરાબર મિક્સ કરી દો. તો તૈયાર છે પંચામૃત.