આપણા દેશમાં ભગવાન ગણેશને સમર્પિત ગણેશ ચતુર્થી (Ganesh Chaturthi 2024) નો તહેવારનો ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિ બાપ્પાની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે અને 10 દિવસ પછી મૂર્તિને વિસર્જન કરીને બાપ્પાને વિદાય આપવામાં આવે છે. ત્યારે આ આર્ટિકલમાં જાણો વર્ષ 2024માં ગણેશ ચતુર્થી કઈ તારીખે શરૂ થઈ રહી છે અને કઈ તારીખે સમાપ્ત થઈ રહી છે.
હિન્દુ ધર્મમાં ભગવાન ગણેશ (Lord Ganesh) ને જ્ઞાન, બુદ્ધિ, સુખ-સમૃદ્ધિ અને સૌભાગ્યના દેવતા કહેવામાં આવે છે. ભગવાન ગણેશને ગજાનન, બાપ્પા, ગણપતિ, એકદંત, વક્રતુંડા, સિદ્ધિ વિનાયક (Siddhi Vinayak) વગેરે જેવા અનેક નામોથી પણ ઓળખવામાં આવે છે.
ક્યારે છે ગણેશ ચતુર્થી (Ganesh Chaturthi 2024)
હિંદુ ધર્મમાં પંચાંગ અનુસાર, ગણેશ ચતુર્થીનો તહેવાર ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિથી શરૂ થાય છે અને ચતુર્દશી પર સમાપ્ત થાય છે. આ વર્ષે ગણેશ ચતુર્થી 7 સપ્ટેમ્બર 2024થી શરૂ થશે, જે 17 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થશે.
ગણેશ ચતુર્થી 2024 મુહૂર્ત (Ganesh Chaurthi 2024 Muhurat)
- ગણેશ ચતુર્થી – શનિવાર, 7 સપ્ટેમ્બર 2024
- ચતુર્થી તિથિનો પ્રારંભ – 6 સપ્ટેમ્બર 2024, શુક્રવાર બપોરે 3:01 કલાકે
- ચતુર્થી તિથિ સમાપ્ત – 7 સપ્ટેમ્બર 2024, શનિવાર સાંજે 05:37 કલાકે
- ગણેશ ચતુર્થી પૂજા સમય – 7 સપ્ટેમ્બર સવારે 11:03 થી બપોરે 01:34 સુધી
- ગણેશ વિસર્જન – મંગળવાર, 17 સપ્ટેમ્બર 2024
(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)