હિંદુ ધર્મમાં નવરાત્રીનું વિશેષ મહત્વ છે. આગામી ઓક્ટોબર મહિનામાં શારદીય નવરાત્રી (Navratri 2024) શરૂ થવા જઈ રહી છે. શારદીય નવરાત્રી દરમિયાન મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવાની વિધિ છે. ત્યારે જાણો શારદીય નવરાત્રીની તારીખ, શુભ મુહૂર્ત અને મહત્વ.
પંચાંગ અનુસાર, દર વર્ષે 4 વખત નવરાત્રી આવે છે. ચૈત્ર મહિનામાં આવતી ચૈત્ર નવરાત્રી અને અશ્વિન મહિનામાં આવતી શારદીય નવરાત્રીનું ખૂબ જ મહત્ત્વ હોય છે.
આ સાથે જ બે ગુપ્ત નવરાત્રી હોય છે, જે ગૃહસ્થ લોકો માટે ખાસ માનવામાં આવતી નથી.
ક્યારે છે શારદીય નવરાત્રી 2024? (Shardiya Navratri 2024 Date)
હિંદુ કેલેન્ડર મુજબ, અશ્વિન માસની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ 3 ઓક્ટોબરના રોજ સવારે 12:19 વાગ્યાથી શરૂ થઈને 4 ઓક્ટોબરના રોજ સવારે 2:58 વાગ્યે સમાપ્ત થશે. ઉદય તિથિ અનુસાર, શારદીય નવરાત્રી 3 ઓક્ટોબર 2024, ગુરુવારથી શરૂ થશે. શારદીય નવરાત્રી 12 ઓક્ટોબર 2024, શનિવારના રોજ સમાપ્ત થશે.
શારદીય નવરાત્રી ઘટસ્થાપન મુહૂર્ત 2024 (Shardiya Navratri 2024 Ghatasthapana Muhurat)
હિંદુ કેલેન્ડર મુજબ, નવરાત્રીના પહેલા દિવસે મા શૈલપુત્રીની પૂજા કરવાની સાથે સાથે કલશની સ્થાપના કરવાની વિધિ છે. શારદીય નવરાત્રી ઘટસ્થાપન મુહૂર્ત 3 ઓક્ટોબરના રોજ સવારે 6:19 થી 7:23 સુધી રહેશે. આ સાથે જ અભિજીત મુહૂર્ત 11:52 થી 12:40 સુધી રહેશે.
કોના પર સવાર થઈને આવશે મા દુર્ગા?
દેવી ભાગવત પુરાણ અનુસાર, નવરાત્રી દરમિયાન મા દુર્ગા પૃથ્વી પર જ વાસ કરે છે. આવી સ્થિતિમાં તેઓ કોઈ વાહન પર સવાર થઈને આવે છે અને તે જ રીતે પરત ફરે છે.
શ્લોકા
शशि सूर्य गजरुढा शनिभौमै तुरंगमे। गुरौशुक्रेच दोलायां बुधे नौकाप्रकीर्तिता ॥
દેવી ભાગવત પુરાણના આ શ્લોક અનુસાર, વાર પ્રમાણે દેવીના આગમન અને પ્રસ્થાનના વાહનનો નિર્ણય લેવામાં આવે છે. જો નવરાત્રી સોમવાર કે રવિવારે હોય તો, મા હાથી પર, મંગળવાર કે શનિવારે ઘોડા પર, ગુરુવાર કે શુક્રવારે મા પાલખીમાં અને જો બુધવારે આવે છે, તો તે બોટ પર સવાર થઈને આવે છે.
આ વખતે શારદીય નવરાત્રી ગુરુવારથી શરૂ થઈ રહી છે. એટલે મા પાલખીમાં આવશે. માનવામાં આવે છે કે પાલખીમાં માનું આગમન સુખ અને સમૃદ્ધિ લાવે છે.
શારદીય નવરાત્રી 2024 તિથિ (Shardiya Navratri 2024 Tithi)
- નવરાત્રીનો પ્રથમ દિવસ – મા શૈલપુત્રીની પૂજા – 3 ઓક્ટોબર 2024
- નવરાત્રીનો બીજો દિવસ – મા બ્રહ્મચારિણીની પૂજા – 4 ઓક્ટોબર 2024
- નવરાત્રીનો ત્રીજો દિવસ – મા ચંદ્રઘંટાની પૂજા – 5 ઓક્ટોબર 2024
- નવરાત્રીનો ચોથો દિવસ – મા કુષ્માંડાની પૂજા – 6 ઓક્ટોબર 2024
- નવરાત્રીનો પાંચમો દિવસ – મા સ્કંદમાતાની પૂજા – 7 ઓક્ટોબર 2024
- નવરાત્રીનો છઠ્ઠો દિવસ – મા કાત્યાયનીની પૂજા – 8 ઓક્ટોબર 2024
- નવરાત્રીનો સાતમો દિવસ – મા કાલરાત્રીની પૂજા – 9 ઓક્ટોબર 2024
- નવરાત્રીનો આઠમો દિવસ – મા સિદ્ધિદાત્રીની પૂજા – 10 ઓક્ટોબર 2024
- નવરાત્રીનો નવમો દિવસ – મા મહાગૌરીની પૂજા – 11 ઓક્ટોબર 2024
- વિજયાદશમી – 12 ઓક્ટોબર 2024, દુર્ગા વિસર્જન
(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)