ભાદ્રપદ મહિનાની અમાવસ્યા સોમવારે આવી રહી હોવાના કારણે તે સોમવતી અમાવસ્યા હશે. જેથી શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે એટલે કે 2 સપ્ટેમ્બરના રોજ સોમવતી અમાવસ્યા (Somvati Amavasya 2024) ઉજવવામાં આવશે. તેને ભાદ્રપદ અમાવસ્યા પણ કહેવામાં આવે છે કારણ કે તે ભાદ્રપદ મહિનામાં આવે છે. કેટલાક સ્થળોએ તેને પીઠોરી અમાવસ્યા પણ કહેવામાં આવે છે.
ત્યારે જાણો સોમવતી અમાસની પૂજા વિધિ અને શુભ મુહૂર્ત.
સનાતન ધર્મમાં આ અમાવસ્યાનું વિશેષ મહત્વ છે. આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન અને પછી દાન કરવાનું વિશેષ મહત્વ છે.
સોમવતી અમાવસ્યા તિથિ અને શુભ મુહૂર્ત (Somvati Amavasya 2024 Tithi and Shubh Muhurat)
આ વર્ષે સોમવતી અમાસ 2 સપ્ટેમ્બર 2024 ના રોજ છે. પંચાંગ અનુસાર, ભાદ્રપદ અમાવસ્યાનો શુભ મુહૂર્ત 2 સપ્ટેમ્બરના રોજ સવારે 05:21 થી 3 સપ્ટેમ્બરના રોજ સવારે 07:24 સુધીનો રહેશે.
સોમવતી અમાવસ્યા પર વિશેષ યોગ
- આ વખતે સોમવતી અમાસ પર બે મોટા યોગ બની રહ્યા છે.
- એક શિવ યોગ અને બીજો સિદ્ધિ યોગ.
- જો આ યોગમાં તમે તમારા પૂર્વજોને યાદ કરીને દાન કરો છો તો તમને આશીર્વાદ મળે છે અને ભગવાનની કૃપા કાયમ બની રહે છે.
સોમવતી અમાવસ્યા પૂજા વિધિ (Somvati Amavasya 2024 Puja Vidhi)
- સોમવતી અમાસના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઊઠીને સ્નાન કરો.
- આ દિવસે ગંગામાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે.
- પરંતુ જો તમારા ઘરની નજીક ગંગા નદી ન હોય તો તમારે નહાવાના પાણીમાં ગંગા જળ ઉમેરીને સ્નાન કરવું જોઈએ.
- ત્યારબાદ સૂર્યદેવને અર્ઘ્ય ચઢાવો.
મહાદેવ અને માતા ગૌરીની પૂજા
- સોમવતી અમાસના દિવસે મહાદેવ અને માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે.
- આ સિવાય આ દિવસે દાન અને સત્કર્મ કરો.
- માનવામાં આવે છે કે સોમવતી અમાવસ્યા પર દાન કરવાથી વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.
સોમવતી અમાવસ્યાનું મહત્વ
- સોમવતી અમાસ પિતૃદોષમાંથી મુક્તિ મેળવવા માટે ખાસ છે.
- માનવામાં આવે છે કે આ દિવસે તર્પણ, દાન કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
- આ દિવસ કાલ સર્પ દોષમાંથી મુક્તિ મેળવવા માટે પણ ખાસ છે.
(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)