- ચહેરાની સુંદરતા બગાડે છે ડાર્ક સર્કલ?
- ડાર્ક સર્કલ માટે ઘણા પરિબળ છે જવાબદાર
- ડાર્ક સર્કલ સ્ત્રી-પુરુષ બંનેમાં જોવા મળે છે
ચહેરાની સુંદરતા વધારવા માટે આપણે બ્યુટિ પાર્લર તેમજ ઘરગથ્થુ ઉપચાર અપનાવતા હોઇએ છીએ. પરંતુ આપણા ચહેરાની સુંદરતા જો ખરાબ કરતા હોય તો તે છે ડાર્ક સર્કલ. જી, હા ડાર્ક સર્કલ સ્ત્રી હોય કે પુરુષ. બંનેને આ સમસ્યા જોવા મળે છે.
ખાસ કરીને ટીનએજ પછી કોઇને પણ આ સમસ્યા થઇ શકે છએ. ત્યારે આવો જાણીએ ડાર્ક સર્કલ થવાના કારણ અને તેને દૂર કરવાના ઉપાયો.
શું છે કારણ ?
ડાર્ક સર્કલ દેખાવા પાછળ ઘણા કારણો હોઈ શકે છે. ઘણી વખત વધુ પડતા સ્ટ્રેસને કારણે આંખોની નીચે ડાર્ક સર્કલ જોવા મળે છે. આ સિવાય ઓછી ઊંઘ, ડિહાઈડ્રેશન, વધતી ઉંમર વગેરેને કારણે આપણી ખરાબ જીવનશૈલી પણ આંખોની નીચે ડાર્ક સર્કલનું કારણ બને છે.
આ રીતે કરો દૂર
કાચા બટેટા
કાચા બટાકાની મદદથી ડાર્ક સર્કલ સરળતાથી દૂર કરી શકાય છે. આ માટે સૌથી પહેલા કાચા બટાકાનો રસ કાઢી લો. આ બટાકાના રસને લીંબુના થોડા ટીપા સાથે મિક્સ કરો. ત્યાર બાદ તેને રૂની મદદથી આંખોની નીચે લગાવવાથી આંખોની નીચેના ડાર્ક સર્કલ દૂર થઈ જશે.
ટી-બેગ્સ
ટી-બેગ્સ પણ ડાર્ક સર્કલને ઝડપથી દૂર કરે છે. આ માટે ટી બેગને થોડી વાર પાણીમાં પલાળી રાખો અને તેને છોડી દો. ત્યાર બાદ તેને રેફ્રિજરેટરમાં ઠંડુ કરો. થોડી વાર પછી તેને બહાર કાઢીને આંખો પર રાખો અને સૂઈ જાઓ. તેનાથી આંખોને ઠંડક મળશે અને ડાર્ક સર્કલ દૂર થશે.
કાકડીઃ
કાકડી ડાર્ક સર્કલ દૂર કરવા માટે એક સારો ઉપાય છે. આ માટે કાકડીને થોડીવાર માટે રેફ્રિજરેટરમાં રાખો. પછી તેના ટુકડા કરો અને તેને આંખોની ઉપરના ડાર્ક સર્કલ પર મૂકો. 10-15 મિનિટ આરામ કર્યા બાદ કાકડીના ટુકડા કાઢી લો. આમ કરવાથી તમે જલ્દી જ ડાર્ક સર્કલથી છુટકારો મેળવી શકો છો.
બદામનું તેલ:
બદામનું તેલ વિટામિન ઇનો સારો સ્ત્રોત છે. રાત્રે સૂતા પહેલા બદામના તેલના થોડા ટીપાંથી આંખોની નીચે માલિશ કરો. ધીરે ધીરે ડાર્ક સર્કલ ઓછા થશે.
- આ સિવાય દરરોજ રાત્રે 7-8 કલાકની સારી ઊંઘ લો.
- તમારી જાતને હાઇડ્રેટેડ રાખવા માટે પૂરતી માત્રામાં પાણી પીવો.
- તડકામાં જતા પહેલા ચહેરા પર સનસ્ક્રીન લગાવો.
(નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ માહિતી નું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી. )