શ્રદ્ધા કપૂરે હાલમાં ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ મૂકી એ પછી એના કમેન્ટ્સ સેક્શનમાં મસ્તીનો માહોલ છવાઈ ગયો. શ્રદ્ધા ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ પૉપ્યુલર છે અને ‘સ્ત્રી 2’ની સફળતા પછી તો તેના ફૉલોઅર્સની સંખ્યા વડા પ્રધાન નરેન્દ્ર મોદી કરતાં પણ વધી ગઈ છે.
ઇન્સ્ટાગ્રામ પર આવા જ એક ફૉલોઅરે શ્રદ્ધાને કમેન્ટમાં કહ્યું કે તારા આધાર કાર્ડનો ફોટો અપલોડ કર.
આ કમેન્ટનો શ્રદ્ધાએ મસ્ત જવાબ આપ્યો. તેણે લખ્યું ઃ ઉસમેં ઇતની ખૂબસૂરત લગ રહી હૂં, બર્દાશ્ત નહીં કર પાઓગે.
બીજા એક ફૉલોઅરે પૂછ્યું કે આધાર કાર્ડ મેં કૈસી દિખતી હો ત્યારે શ્રદ્ધાએ ‘સ્ત્રી 2’ના જ ગીતના શબ્દોનો ઉપયોગ કરીને જવાબ આપ્યો ઃ ઇતની ખૂબસૂરત કિ આપ ગાઓગે, કોઈ ઇતના ખૂબસૂરત કૈસે હો સકતા હૈ.