‘મને શી ખબર,😅😝😂😜🤣🤪

ફોનની ઘંટડી વાગે છે, વાગે છે, છેવટે સામેથી એક બાબાનો અવાજ
સંભળાય છે… ‘હેલોઓ!’
‘બેટા, પપ્પાને આપો તો !’
‘પપ્પા… પપ્પા છે ને, છે ને… તે બહાલ ગયા છે…’
‘એમ, તો મમ્મીને આપો.’
‘મમ્મી ? મમ્મી બી છે ને, છે ને… તે બહાલ ગઈ છે.’
‘અચ્છા, તો ઘરમાં બીજું કોઈ છે ?’
‘છે ને !.. માલી બેન છે.’
‘બહુ સરસ. તારી બેનને ફોન આપ.’
‘ઉભા લેજો હો…’
થોડી વાર પછી એ જ બાબાનો ફરીથી અવાજ આવે છે, ‘સોલી હો અંકલ…
માલી બેન જોલે તમાલાથી વાત નઈ થાય’
‘કેમ ?’
‘એ છે ને… એ છે ને… ફોન સુધી આઈ નથી શકતી.’
‘કેમ, શું થયું એને ?’
‘એને કશું નથી થયું,
પણ છે ને… માલાથી જ એને ઊંચકીને ઘોડીયામાંથી બહાલ કઢાતી નથી,’
😅😝😂😜🤣🤪

તોફાની ટીનું ઘરમાં સખણો રહેતો જ નહોતો.
એના પપ્પાએ એને ખખડાવવા માંડ્યો : ટીનું, મેં તને કેટલી વાર કહ્યું કે
ચંપલ પહેર્યા વિના બહાર રખડવા નહીં જવાનું ?
અને કેટલી વાર કહ્યું કે બહારથી આવે ત્યારે હાથપગ ધોઈ કાઢવાના …?
તને કેટલી વાર કહ્યું કે લેસન કરતી વખતે ટીવી નહીં જોવાનું.
અને તને કેટલી વાત કહ્યું કે પેન્સિલ મોમાં નહીં નાખવાની …?
હું તો ત્રાસી ગયો છું, મેં તને કેટલી વાર કહ્યું કે
જયારે હું તને કંઈ કહેતો હોઉં ત્યારે મારી સામે જોવાનું ?’

ટીનુએ ધીમે રહીને કહ્યું : ‘મને શી ખબર,
તમે જેટલી વાર કહો એટલી વાર હું કંઈ ગણવા નથી બેસતો !’
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)