ADVERTISEMENT
ADVERTISEMENT

રવાના મોદકથી કરો ગણપતિને ખુશ, નોંધી લો રેસિપી

રવાના મોદક રેસીપી: ગણેશ ચતુર્થીના દિવસના આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે આજે આપણે ગણપતિને પ્રિય મોદક એ પણ રવાના મોદક ઘરે કેવી રીતે બનાવવા તેની રેસિપી તમને અહીં જણાવશે. તો ચાલો બનાવીએ રવાના મોદક કે રવાના લાડું.

રવાના મોદક બનાવવાની સામગ્રી

ADVERTISEMENT
ADVERTISEMENT
  • ઘી
  • રવો
  • ટોપરું
  • ખાંડ
  • એલચી પાવડર
  • દૂધ

રવાના મોદક બનાવવાની રીત

ADVERTISEMENT
ADVERTISEMENT
  • એક કઢાઈમાં ત્રણ ચાર ચમચી ઘી ગરમ મૂકો. પછી તેમા એક કપ રવો ઉમેરી 10 મિનિટ શેકો.
  • પછી તેમા ટોપરાનો ભૂકો 4 ચમચી ઉમેરો. બે મિનિટ શેકો.
  • પછી આ મિશ્રણને એક બાઉલમાં કાઢી ઠંડું થવા દો. પછી તેમા પોણો કપ દળેલી ખાંડ ઉમેરો.
  • હવે તેમા અડધી ચમચી એલચી પાવડર ઉમેરી બરાબર મિક્સ કરો.
  • પછી તેમા એક ચમચી ઘી અને ત્રણ ચમચી દૂધ ઉમેરો. બધુ બરાબર મિક્સ કરી લો.
  • આ તમામ મિશ્રણ લાડુ બને તેવું થયું ગયું હશે જો ન થયું હોય તો જરૂર મુજબ દૂધ ઉમેરો.
  • તમારી પાસે મોદક બનાવવા માટેનો મોલ્ડ હો યો તો તેમા આ મિશ્રણ ભરી સરસ મોદક બનાવી લો. જો મોલ્ડ ન હોય તો હથેળીની મદદથી લાડુ પણ બનાવી શકો છો.