તુવેરદાળ બનાવતા ઉમેરો આ વસ્તુ, મળશે હોટલ જેવો સ્વાદ

  • ઘરે સરળતાથી બની જશે હોટલ જેવી ટેસ્ટી દાળ
  • દાળમાં વઘાર કર્યા બાદ ઉમેરો ખાસ મસાલા
  • દાળમાં દહીં ઉમેરવાથી વધશે દાળનો ટેસ્ટ

મોટાભાગના ઘરોમાં સવાર અને સાંજે દાળ તૈયાર કરવામાં આવે છે. પરંતુ એક જ સ્વાદની કઠોળ ખાવાથી વ્યક્તિને કંટાળો આવે છે અને તેને કંઈક નવું અને મસાલેદાર ટ્રાય કરવાનું પસંદ હોય છે. તો આજે તમે ખાસ ટ્વિસ્ટની સાથે તુવેરની દાળ ઘરે ટ્રાય કરો.

ભાત અને પરોઠા સાથે તેને સરળતાથી ખાઈ શકાશે. આ સાથે આ નવો ટેસ્ટ પરિવારને પસંદ આવશે.

હોટેલ જેવી સ્વાદિષ્ટ દાળ

ગુજરાતી હોય એટલે તુવેરદાળના શોખીન હોય. પણ એકસરખા ટેસ્ટ સિવાય તમે હોટેલ જેવી સ્વાદિષ્ટ દાળ ઘરે જ બનાવી શકો છો. આ દાળ ખાધા પછી તમારા પરિવારના દરેક સભ્ય પોતાની આંગળીઓ ચાટવા લાગશે. તમે મહેમાનોને પણ આ દાળ ખવડાવી શકો છો. તો જાણો તુવેર દાળને વધુ ટેસ્ટી બનાવવાની કઈ રીત છે.

તુવેર દાળ બનાવવા માટેની સામગ્રી

  • 1 વાટકી તુવેર દાળ
  • 1 મીડિયમ સાઈઝની સુધારેલી ડુંગળી
  • 1 મીડિયમ સાઈઝનું ટામેટા
  • 2-2 નંગ સુધારેલા લીલા મરચાં
  • 2 ચમચી ધાણાજીરું
  • પા ચમચી હિંગ
  • 1 ચમચી જીરું
  • 1 ચમચી રાઈ
  • 1 વાટકી દહીં
  • પા ચમચી હળદર પાવડર
  • પા લાલ મરચું પાવડર
  • પા ધાણા પાવડર
  • 1 ચમચી ગરમ મસાલા
  • પા ચમચી ચાટ મસાલા

બનાવવાની રીત

તુવેરની દાળ બનાવવા માટે કુકરમાં પાણી ઉમેરીને દાળ ચઢાવી લો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરો, તેમાં જીરું અને રાઈ નાખીને તેને સાંતળો. હવે તેમાં હિંગ નાખો, જેથી દાળમાં હિંગનો સ્વાદ આવી જાય. હવે તમે લસણ, બારીક સમારેલી ડુંગળી, ટામેટાં અને લીલાં મરચાં ઉમેરીને સારી રીતે ફ્રાય કરી શકો છો. આ તમામ ચીજોના કારણે દાળ વધુ સ્વાદિષ્ટ લાગશે.

દહીંનો આ રીતે કરો ઉપયોગ

દાળને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં દહીંને ફેંટીને દાળમાં ઉમેરી શકો છો. દહીંને કારણે દાળમાં ખટાશ આવશે અને તે સ્વાદિષ્ટ પણ લાગશે. આ સિવાય ગરમ મસાલા સાથે હળદર પાવડર, લાલ મરચું પાવડર જેવા મસાલા ઉમેરો. તમાલપત્ર પણ ઉમેરી શકો છો. જ્યારે આ બધા મસાલા બરાબર શેકાઈ જાય પછી કુકરમાં રાંધેલી દાળ નાખી, થોડું પાણી ઉમેરીને બરાબર ઉકાળો. હવે તેને એક વાસણમાં કાઢીને ઉપર કોથમીર ભભરાવી લો. આ દાળ મહેમાનો અથવા પરિવારના સભ્યોને સર્વ કરો.