વર્ષ 2024માં ક્યારે છે દશેરા? જાણો વિજયાદશમીની તારીખ, તિથિ અને પૂજાનો શુભ મુહૂર્ત

હિંદુ ધર્મમાં દશેરા (Dussehra 2024) એક મહત્ત્વપૂર્ણ તહેવાર છે. જે દર વર્ષે નવરાત્રીના અંતે ઉજવવામાં આવે છે. દશેરાને વિજયાદશમી (Vijayadashami 2024) તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પર્વ રાવણ પર ભગવાન રામના વિજયની ઉજવણી કરે છે. તે દેવી દુર્ગાની રાક્ષસ મહિષાસુર પરની જીત અને નવરાત્રિના સમાપનની યાદમાં પણ મનાવવામાં આવે છે.

ત્યારે જાણો વર્ષ 2024માં દશેરા ક્યારે ઉજવવામાં આવશે.

ક્યારે છે દશેરા? તારીખ અને સમય (Vijayadashmi 2024 Date)

હિન્દુ કેલેન્ડર પ્રમાણે, અશ્વિન મહિનાના શુક્લ પક્ષની દશમી તિથિને દશેરા તરીકે ઓળખવામાં આવે છે. વર્ષ 2024માં દશેરા 12 ઓક્ટોબર, શનિવાર (Dussehra 2024 Date) ના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે શ્રી રામ, માતા જયા-વિજયાની પૂજા કરવાથી શત્રુ પર વિજયનું વરદાન મળે છે. વિજયાદશમીના દિવસે વિજય મુહૂર્તમાં શસ્ત્ર પૂજા કરવામાં આવે છે અને સૂર્યાસ્ત પછી રાવણ દહન કરવામાં આવે છે.

દશેરા 2024 મુહૂર્ત (Dussehra 2024 Muhurat)

  • દશમી તિથિની શરૂઆત: 12 ઓક્ટોબર, 2024 (શનિવાર) – સવારે 10:58 કલાકે
  • દશમી તિથિની સમાપ્તી: 13 ઓક્ટોબર, 2024 (રવિવાર) – સવારે 09:08 કલાકે
  • શ્રવણ નક્ષત્ર શરૂઆત: 12 ઓક્ટોબર, 2024 (શનિવાર) – સવારે 05.25 કલાકે
  • શ્રવણ નક્ષત્ર સમાપ્તી: 13 ઓક્ટોબર, 2024 (રવિવાર) – સવારે 04.27 કલાકે
  • વિજય મુહૂર્ત: 12 ઓક્ટોબર, 2024 (શનિવાર) – 02:03 PM થી 02:49 PM
  • બપોરે પૂજાનો સમય: 13 ઓક્ટોબર, 2024 (રવિવાર) – 01:16 PM થી 03:35 PM

દશેરા 2024 રાવણ દહન મુહૂર્ત (Dussehra 2024 Ravan Dahan Muhurat)

પૌરાણિક માન્યતાઓ અનુસાર, શ્રી રામે પ્રદોષ કાળમાં રાવણનો વધ કર્યો હતો. આવી સ્થિતિમાં, 12 ઓક્ટોબર 2023 ના રોજ રાવણ દહનનો શુભ સમય સાંજે 05.54 થી 07.27 સુધીનો છે.

અબુજ મુહૂર્ત છે વિજયાદશમી (Vijayadashmi Abujh Muhurat)

દશેરાનો આખો દિવસ શુભ હોય છે. આ દિવસે વેપાર શુભારંભ, મુસાફરી, શસ્ત્ર પૂજા, ઓફિસ શુભારંભ, મિલકતની ખરીદી અને વેચાણ વગેરે માટે કોઈ મુહૂર્ત જોવાની જરૂર નથી. જો કે, દશેરાના સમયે દેવશયન ચાલુ હોય છે. તેથી આ મુહૂર્તમાં લગ્ન અને વાસ્તુ પૂજા કરવામાં આવતી નથી.

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)