ADVERTISEMENT
ADVERTISEMENT

સલમાનના ઘેર ફાયરીંગ કરનારાને દાઉદનો ડર: ‘દબંગ’ અભિનેતાને ગેંગસ્ટરે સાથે સંબંધનો દાવો

સલમાન ખાનના ઘરે ગોળીબાર કરવા બદલ જેલમાં રહેલા વિકી ગુપ્તા અને સાગર પાલની હત્યાનો ડર છે. બંને આરોપીઓના પરિવારજનોએ મહારાષ્ટ્ર અને બિહાર સરકાર પાસે સુરક્ષાની માંગ કરી છે.

તેનો દાવો છે કે, અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના ગુરૂઓ દ્વારા વિકી અને સાગરની હત્યાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે. આ વર્ષે 14 એપ્રિલે મુંબઈના બાંદ્રા વિસ્તારમાં સલમાન ખાનના ઘર પર ફાયરિંગ થયું હતું.

બંને શૂટરના ભાઈઓએ પત્ર લખ્યો
હવે શૂટર વિકી ગુપ્તાના ભાઈ સોનુ ગુપ્તા અને શૂટર સાગર પાલના ભાઈ રાહુલ પાલે સરકારને પત્ર લખ્યો છે. બંને બિહારના પશ્ચિમ ચંપારણના મજરિયાના રહેવાસી છે.

બંને આરોપીઓ હાલ મુંબઈની તલોજા સેન્ટ્રલ જેલમાં કેદ છે. કહેવામાં આવી રહ્યું છે કે પત્ર લખતા પહેલા બંને આરોપીઓના ભાઈઓ તેમને જેલમાં મળ્યા હતા. આ મીટિંગ દરમિયાન આરોપીએ તેને કહ્યું હતું કે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના સાગરીતો તેની હત્યાનું કાવતરું ઘડી રહ્યા છે.

ADVERTISEMENT
ADVERTISEMENT

આ પત્રમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે બંને આરોપીઓ પણ તેમના સહ-આરોપી અનુજ થાપન જેવા જ હાલ થશે. મે મહિનામાં પોલીસ કસ્ટડીમાં અનુજનું મૃત્યુ થયું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેણે જેલમાં જ ફાંસી લગાવી લીધી હતી.

સલમાન પર લગાવ્યા આરોપ
વકીલે વધુમાં કહ્યું, ‘આરોપી (વિકી ગુપ્તા અને સાગર પાલ) આરોપ લગાવે છે કે સલમાન ખાનના કેટલાક ગેંગસ્ટર સાથે સંબંધો છે, કદાચ તે આરોપીને મારવા માંગે છે. અમે તેમની સુરક્ષા માટે કેન્દ્ર સરકાર, મહારાષ્ટ્ર અને બિહાર સરકારને પત્ર લખ્યો છે.

ADVERTISEMENT
ADVERTISEMENT

આરોપીઓને ડી કંપની તરફથી ધમકી મળી
જેલમાં બંધ આરોપી વિકી ગુપ્તાના વકીલે પણ આ મામલે મીડિયા સાથે વાત કરી હતી. તેમણે કહ્યું, ‘વિક્કી ગુપ્તા અને સાગર પાલે તેમના જીવનની સુરક્ષા માટે અધિકારીઓને અરજી આપી છે. તેનું કહેવું છે કે ડી કંપની દ્વારા તેને ધમકી આપવામાં આવી રહી છે. આ અંગે આરોપીઓએ તેમના પરિવારજનોને જાણ કરી છે.