ADVERTISEMENT
ADVERTISEMENT

KBC માં અમિતાભે સ્પર્ધક મહિલાને ગુલાબ ઓફર કરી ‘સિલસિલા’ની કવિતા સંભળાવી !

‘કૌન બનેગા કરોડપતિ’ 16નો 30 ઓગષ્ટનો એપિસોડ અનેક રીતે અનોખો રહ્યો હતો. કોઇએ ભાવુક કર્યા તો કોઇએ ‘સિલસિલા’ની યાદ તાજી કરાવી. સ્પર્ધક દિપ્તિ સિંહે કહ્યું કે, તેનું સપનું શોમાં સાકાર થયું કારણ કે હોસ્ટ અમિતાભ બચ્ચને તેને ગુલાબ ઓફર કર્યુ. સાથે સાથે એક એવો ડાયલોગ બોલ્યા કે જે સાંભળતા ઇચ્છવા ન છતાં પણ રેખાનો ઉલ્લેખ થઇ ગયો.

ખરેખર તો અમિતાભ કેબીસીના સેટ પર રોમેન્ટિક અંદાજમાં જોવા મળ્યા. આ બધુ ત્યારે બન્યું જયારે સ્પર્ધક દિપ્તિ સિંહે બિગ બીને પોતાના સપનાનો રાજા કહીને ફુલ આપ્યું અને કહ્યું કે એક ફુલ આપ મને પણ આપો સાંભળીને અમિતાભ દંગ થઇ ગયા.

ત્યાર બાદ અમિતાભે દિપ્તિ સિંહ પાસેથી ગુલાબ લીધુ અને 1981માં આવેલી ફિલ્મ ‘સિલસિલા’ના અમિત મલ્હોત્રા બની ગયા. તેમણે ફુલ આપતી વખતે તે ફિલ્મની એક રોમેન્ટિક શાયરી પણ કહી જેમાં જયા બચ્ચન અને રેખા નજરે પડયા હતા.

ADVERTISEMENT
ADVERTISEMENT

અમિતાભે પોતાના સુંદર અવાજમાં ‘સિલસિલા’ની શાયરીનું પઠન કર્યુ હતું. હાદસા બને કે કોઇ ખ્વાબ બિખલ જાય તો કયા હો વકત જઝબાત કો તબ્દીલ નહીં કર શકતા.. દુર હો જાને કા અહેસાસ મર નહીં સકતા.. યે મોહબ્બત હૈ દિલો કા ઐસા રિશ્તા જો સરહદો મેં કભી તબદીલ નહીં હો સકતા..

સ્પર્ધક દિપ્તિ સિંહે કહ્યું, સર હું બતાવી નથી શકતી આજે લાઇફમાં શું થઇ ગયું છે, જે સાંભળીને અમિતાભ જોરથી હસી પડયા હતા.

ADVERTISEMENT
ADVERTISEMENT