ADVERTISEMENT
ADVERTISEMENT

બજાર જેવા વાટી દાળ ખમણ ઘરે બનાવો, નોંધી લો રેસિપી

 વાટી દાળ ખમણ તો બધાને ભાવતા હોય છે. તેમાય તે પોચા અને ટેસ્ટી હોય તો પુછવું જ શું. અહીં બજારમાં મળતા વાટી દાળ ખમણ જેવા ખમણ ઘરે કેવી રીતે બનાવવા તેની રેસિપી તમને અહીં જણાવશે.

વાટી દાળના ખમણની સામગ્રી

ADVERTISEMENT
ADVERTISEMENT
  • એક વાટકો ચણાની દાળ,
  • આદુ,
  • લીલાં મરચાં,
  • હળદર,
  • દહીં,
  • તેલ,
  • મીઠું સ્વાદ પ્રમાણે,
  • સોડા,
  • લીંબુનો રસ,
  • રાઈ,
  • હિંગ,
  • ખાંડ,
  • મીઠા લીમડાના પાન,
  • પાણી,
  • કોથમીર

વાટી દાળના ખમણ બનાવવાની રીત

ADVERTISEMENT
ADVERTISEMENT
  • એક વાટકો ચણાની દાળને પાણીથી ધોઈને 4 કલાક માટે પલાળી રાખો
  • હવે મિક્સરજારમાં ચણાની દાળ નાખીને પીસી લો. તે એક બેટર જેવું થવું જોઈએ જરૂર મુજબ પાણી પણ ઉમેરી શકો. એક રાત તેને તપેલીમાં કાઢી, આથો આવવા માટે રહેવા દો.
  • હવે આ બેટરમાં છીણેલું આદુ,લીલા મરચાની પેસ્ટ, દહીં, તેલ, હળદર પાવડર અને મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
  • હવે તેમાં બેકિંગ સોડા અને લીંબુનો રસ ઉમેરીને બેટરમાં મિક્સ કરીને ઢોકળિયાની ડીસમાં થોડું તેલ ગ્રીસ કરો અને ખમણનું બેટર ડીસમાં નાખો.
  • હવે તેને 15 મિનિટ માટે બેટરને વરાળમાં પકાવીને ખમણને ઢોકળિયામાંથી કાઢીને નાના ચોરસ ટુકડા કરો.
  • એક વઘારીયામાં તેલ ગરમ કરી તેમાં રાઈ, લીલા મરચાંના ટુકડા, હિંગ, ખાંડ અને મીઠો લીમડો ઉમેરી વઘાર તૈયાર કરીને ખમણના ટુકડા ઉપર ટેમ્પરિંગ રેડો. હવે તેના પર સમારેલી તાજી કોથમરી ગાર્નિશ કરીને સર્વ કરો.