મેં આજ સુધી કોઈનું સાંભળ્યું નથી.😅😝😂😜🤣🤪

રસ્તામાં એક માણસે બીજા માણસને
અટકાવીને પૂછ્યું, ભાઈ સાહેબ,
ભાભીજી ડાબોળી છે કે શું?

બીજો માણસ : હા,
પણ તમને કેવી રીતે ખબર?

પહેલો માણસ : કારણ કે,
તમારો જમણો ગાલ સોજાયેલો છે.
😅😝😂😜🤣🤪

ખબર નહિ લોકો પોતાની પત્નીથી આટલા ડરે કેમ છે? આ બાબતે તો ભાઈ હું ઘરનો રાજા છું.
જો હું ઠંડા પાણીથી વાસણ ધોવાના મૂડમાં છું, તો ઠંડા પાણીથી જ ધોઈશ,
જો ગરમ પાણીથી ધોવાના મૂડમાં છું, તો ગરમ પાણીથી ધોઈશ.
મેં આજ સુધી કોઈનું સાંભળ્યું નથી.
પોતું ફિનાઈલથી કરીશ કે લાયઝૉલથી તે પણ જાતે જ નક્કી કરું છું.
પત્નીમાં એટલી હિંમત નથી કે તે મારા નિર્ણય સામે વાંધો ઉઠાવે.
સવારે ચા બનાવ્યા પછી જ્યારે પત્નીને જગાડું છું, ત્યારે હું જ નક્કી કરું છું કે
તે પથારીમાં બેસીને ચા પીશે કે ડ્રોઈંગરૂમમાં કે બાલ્કનીમાં. મારા નિર્ણયની વિરુદ્ધ કોઈ જઈ શકે નહિ.
કપડાંને સર્ફ એક્સેલથી ધોવા કે ટાઇડથી? એમાં પણ મારી મરજી જ ચાલે છે.
આ વિષયમાં પત્નીને એટલી પાછળ રાખી છે કે તેને વોશિંગ મશીન કેવી રીતે ચલાવવું તે પણ ખબર નથી.
કચરો કઈ સાવરણીથી સાફ કરવો છે તે આ મહારાજા પોતે નક્કી કરે છે.
ખાવામાં શું બનાવવાનું છે તે વિશે કંઈ કહેવા વાળી પત્ની કોણ છે? મારી જે મરજી હશે તેને પૂછીને હું જ બનાવીશ.
કાચને પાણીના ભીના કપડાથી સાફ કરવાનો છે કે પછી કોલીનથી એ બાબતે દલીલને કોઈ અવકાશ નથી.
શૌચાલયની સફાઈ રવિવારે સવારે થશે કે સાંજે, તે પણ હું જ નક્કી કરું છું.
જાળાં અને પંખા ક્યારે અને કેવી રીતે સાફ કરવા છે, લાંબી સાવરણીથી કે વેક્યૂમ ક્લીનરથી,
એના પર પણ સમય અને પોતાની ઉપલબ્ધતા જોવી એ મારો અધિકાર છે.
ભાઈ, ઘરના તમામ મહત્વના અને મોટા નિર્ણયો લેવા એ પતિઓનું ગૌરવ છે.
હવે આનાથી બળતરા કરવા વાળાનું શું… તેમનું તો કામ છે બળતરા કરવાનું.
પરંતુ ભાઈ મારા જેવું નસીબ અને હિંમત માણસ જન્મથી લઈને આવે છે.
હવે તમે લોકો નિરાશ ન થાઓ કારણ કે મારો ઈરાદો તમને બળતરા કરાવવાનો કે તમારું મનોબળ તોડવાનો નથી.
– એક સફળ પતિ.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)