એલચીના ફાયદા: રસોઈમાં અનેક પ્રકારની વાનગીઓમાં સ્વાદ અને સુગંધ વધારવા ઈલાયચી અથવા એલચીનો ઉપયોગ કરવામાં આવે છે. લીલી ઈલાયચીનું વૈજ્ઞાનિક નામ એલેટેરિયા કાર્ડમમ (Elettaria cardamomum) છે. ચામાં ફ્લેવર માટે એલચીનો સૌથી વધુ ઉપયોગ થાય છે. આજે અમે તમને એલચી (Cardamom) ના ફાયદા જણાવવા જઈ રહ્યા છે.
એલચી ખાવાના ફાયદા – Benefits Of Cardamom
શ્વાસની દુર્ગંધ
ઘણા લોકોમાં શ્વાસની દુર્ગંધની સમસ્યા જોવા મળે છે. તેનું એક કારણ પાયોરિયાની સમસ્યા હોઈ શકે છે. એલચીનું સેવન કરવાથી શ્વાસની દુર્ગંધ દૂર કરવામાં મદદ મળે છે.
પાચન
જો તમને પેટમાં ગેસ કે અપચોનો અનુભવ થતો હોય તો એલચી ખાઈને ગરમ પાણી પી શકાય છે. આ પાચનની સમસ્યાને દૂર કરવામાં મદદ કરી શકે છે.
મોઢામાં ચાંદા
ઘણા લોકોમાં વાંરવાર મોઢામાં ચાંદાની સમસ્યા જોવા મળે છે. પેટ બરાબર સાફ ન થવું, ગરમી વધવી, આ મોઢામાં ચાંદા થવાના કારણો છે. જો તમે મોઢામાં ચાંદાની સમસ્યાથી પરેશાન છો તો તમે એલચીનું સેવન કરી શકો છો.
ઈન્ફેક્શન
ઈન્ફેક્શનથી દૂર રહેવા માટે ઈલાયચીનું સેવન કરી શકાય છે. એલચીમાં રહેલા તત્વો બેક્ટેરિયા અને ફૂગની સમસ્યા સામે રક્ષણ આપવામાં મદદ કરે છે.
કેવી રીતે કરવો એલચીનો ઉપયોગ – How To Uses Of Cardamom
- એલચીની ચા પી શકાય છે.
- એલચી પાણીનું સેવન કરી શકાય છે.
- ભોજન કર્યા પછી સાબુત એલચી ખાઈ શકાય છે.
- ઈલાયચીનો રેસિપીમાં ઉપયોગ કરીને તેને ડાયટમાં સામેલ કરી શકાય છે.
(નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ માહિતી નું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી.)