રસોડાની આ વસ્તુથી ચમકાવો ચહેરો, બ્લેકહેડ્સ ચપટીમાં થશે દૂર

  • ચોમાસામાં ત્વચાની રાખો ખાસ સંભાળ
  • બ્લેકહેડ્સ ચહેરા પરથી ઝડપથી કરી શકશો દૂર
  • બ્યુટી પાર્લરમાં જવાની નહી રહે જરૂર

ચોમાસામાં ભેજવાળી હવાને કારણે ચહેરો ચિકાશવાળો થઇ જાય છે. પરિણામે ફેસ ડલ અને ધબ્બા જોવા મળે છે. ફેસ પર ઓઇલ હોવાને કારણે ડસ્ટ જમા થાય છે અને જે ફેરવાય છે બ્લેકહેડ્સમાં. નાક અને માથા પર વધારે જોવા મળે છે. જેને રિમૂવ કરવા માટે લોકો ઘણા પ્રકારની ટિપ્સ ફોલો કરે છે.

બ્લેકહેડ્સના કારણો

ખાવામાં ધ્યાન ન રાખવુ, પૂરતી ઉંઘ ન લેવી, તણાવ હોવો, હોર્મોનલ સંતુલિત ન હોવા તથા ત્વચાને યોગ્ય રીતે સાફ ન કરવાના કારણે બ્લેકહેડ્સ થાય છે. પરંતુ તમે બ્લેકહેડ્સને દૂર કરવા માટે કેટલાક ઘરેલું ઉપાય અપનાવી શકો છો. જો કે અહીં અમે તમને બ્લેકહેડ્સ રિમૂવ કરવા માટે કેટલીક ટિપ્સ જણાવીશું.

ખાવાનો સોડા

ખાવાના સોડાનો પણ તમે ઉપયોગ કરી શકો છે. તે તમારી સ્કિન પર એક્સ્ફોલિએટની જેમ કામ કરે છે. ખાવાનો સોડા લગાવવાથી સ્કિનના ડેડસેલ દૂર થાય છે. એક ચમચી ખાવાના સોડામાં બે ચમચી પાણી ભેળવીને પેસ્ટ તૈયાર કરો. હવે આ પેસ્ટને બ્લેકહેડ્સવાળી જગ્યા પર 10 મિનિટ સુધી લગાવો.

સ્ટિમ લો

સ્ટીમ લેવાથી શરદી અને ઉધરસની સમસ્યા પણ દૂર થાય છે. આનાથી છિદ્રો પણ ખુલે છે. આ સિવાય તે જમા થયેલું તેલ અને ગંદકીને દૂર કરવામાં મદદ કરે છે. એક વાસણમાં ગરમ ​​પાણી લો અને તેને ટુવાલ વડે ઢાંકી દો. તમે 5 થી 10 મિનિટ માટે ળ લો. આનાથી પણ ઘણો ફાયદો થશે.

મધ અને લીંબુ

બ્લેકહેડ્સ દૂર કરવા માટે તમે લીંબુ અને મધનો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે એક ચમચી મધમાં લીંબુના રસના થોડા ટીપાં મિક્સ કરો. આ બંને વસ્તુઓના મિશ્રણને બ્લેકહેડ્સ પર 5 થી 10 મિનિટ સુધી લગાવો. તેનાથી ત્વચાને ઘણો ફાયદો થશે

(નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ માહિતી નું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી.)