બાપ્પાને ચઢાવો આ મીઠાઈનો ભોગ, ખુશ થઈ વરસાવશે ખાસ કૃપા

આખા ભારતમાં ગણેશ મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ તહેવાર 10 દિવસ સુધી ઉજવવામાં આવે છે. લોકો ઘરમાં ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરે છે. આ સમયગાળા દરમિયાન ભક્તો બાપ્પાને પ્રસન્ન કરવા માટે 10 દિવસ તેમની પ્રિય અલગ અલગ ભોગ લગાવે છે, જેમાં મોદક એમનો સૌથી પ્રિય છે. પરંતુ મોદક ઉપરાંત ગણેશજી એક એવી વસ્તુ છે જેનાથી જલ્દી પ્રસન્ન થઈ જાય છે.

લાડુનો ભોગ

ગણપતિ મહારાજ માત્ર મોદક જ નહિ પરંતુ, અન્ય મીઠાઈઓથી પણ પ્રસન્ન થાય છે. બાપ્પાને મોદક ઉપરાંત લાડુ ખૂબ જ પ્રિય છે. ગણેશ ચતુર્થી દરમિયાન લાડુનો ભોગ જરૂર લગાવવો જોઈએ. એનાથી બાપ્પા પ્રસન્ન થાય છે. જેનાથી ભક્તો પર એમની ખાસ કૃપા રહે છે.

પીળા રંગની બરફી

પીળા લાડુ ઉપરાંત ભગવાન ગણેશને પીળા રંગની બરફી પણ પસંદ છે. આ બેસનની હોય છે, જે સરળતાથી બજારમાં ઉપલબ્ધ રહે છે. ભક્તો આને ઘરે પણ ઘણી ઓછી મહેનતે બનાવી શકે છે. પીળા રંગની મીઠાઈ ભગવાન ગણેશની અતિ પ્રિય છે. એટલા માટે લાડુ અને બરફી એમને ચઢાવવામાં આવે છે.

ખીર પણ છે ખૂબ પ્રિય

દંતકથા અનુસાર, માતા પાર્વતી જ્યારે પણ ખીર બનાવતા ત્યારે ભગવાન ગણેશ એક જ વારમાં આખો પ્યાલો ખીર પી લેતા હતા. આ જ કારણ છે કે ગૌરી નંદન ગણેશજીને પણ ખીર ખૂબ જ પસંદ છે. તેથી, ભક્તો પૂજા દરમિયાન ભગવાન ગણેશને ખીર પણ અર્પણ કરી શકે છે.

કેળાનો ભોગ લગાવો

હિંદુ માન્યતાઓ અનુસાર, તમામ પૂજાઓમાં કેળા ચઢાવવાને માત્ર શુભ માનવામાં આવતું નથી, આ બધા દેવી-દેવતાઓને પણ પ્રિય છે. તેથી ગણેશ ચતુર્થીની પૂજા દરમિયાન બાપ્પાને કેળા પણ અર્પણ કરી શકાય છે.

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)