ઉપવાસ સ્પેશિયલ રેસિપી એટલે ફરાળી ખાટ્ટા ઢોકળા

5 ઓગસ્ટથી શ્રાવણની શરૂઆત થશે. ભોળાનાથને રિઝવવા માટે મોટા ભાગના લોકો વ્રત અને ઉપાસ કરશે. આ ઉપવાસમાં ખવાય તેવા ફરાળી ખાટ્ટા ઢોકળાની રેસિપી આજે અમે અહીં જણાવશું. તો નોંધી લો ઉપવાસ સ્પેશિયલ રેસિપી. જેનો ટેસ્ટ તમને દાઢે વળગશે.

ફરાળી ખાટ્ટા ઢોકળા બનાવવાની સામગ્રી
સામો,
સાબુદાણા,
આદુ-મરચાની પેસ્ટ,
મીઠું,
દહીં,
ઈનો,

ફ્રુટ સોલ્ટ,
તેલ,
ખાંડ,
જીરું,
તલ,
મીઠો લીમડો,
લીલા મરચા,
કોથમીર.

ફરાળી ખાટ્ટા ઢોકળા બનાવવાની રીત

સ્ટેપ-1
સૌ પ્રથમ એક મિક્સર જારમાં સાબુદાણા અને સામો નાખીને દરદરું પીસી લો.

સ્ટેપ-2
હવે એક બાઉલમાં સાબુદાણા,સામાનો પાઉડર,સિંધાળું મીઠું, દહીં,આદુ-મરચાની પેસ્ટ ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ-3
હવે તેમાં થોડુ થોડું પાણી ઉમેરીને બેટર બનાવીને ઢાંકીને 10 મિનીટ સેટ થવા દો.

સ્ટેપ-4
હવે તેમાં ફ્રૂટ સોલ્ટ કે બેકિંગ સોડા,પાણી ઉમેરીને મિક્સ કરી એક થાળીમાં તેલ લગાવીને બેટર રેડો અને તેની ઉપર લાલ મરચું પાઉડર,મરીનો પાઉડર છાંટીને ફુલ ગેસ પર ગરમ પાણીની વરાળમાં પકાવી લો.

સ્ટેપ-5
હવે એક વઘારીયામાં તેલ ગરમ કરી તેમાં જીરું,મીઠો લીમડો,તલનો વઘાર તૈયાર કરીને ઢોકળા પર ગાર્નિશ કરો. તૈયાર છે ફરાળી ખાટ્ટા ઢોકળા તમે છરી વડે ટુકડા કરી ચટણી સાથે સર્વ કરો.