રાજસ્થાની વાનગી એટલે દાલ બાટી. ગુજરાતમાં પણ હવે દાલ બાટી ખુબ ખવાઈ રહી છે. આજે રેસ્ટોરાંમાં મળે તેવી દાલ બાટી ઘરે કેવી રીતે બનાવવી તેની રેસિપી તમને અહીં જણાવશે. આ દાલ બાટીની દાળને જોઈને તો તમારા મોઢામાં પાણી આવી જશે. તો ચાલો જોઈએ દાલ બાટીની રેસિપી
દાલ બાટી (Dal Bati) બનાવવીની સામગ્રી
- મગની દાળ
- ચણાની દાળ
- ઘઉંનો લોટ
- રવો
- અજમો
- મીઠું
- ઘી
- હીંગ
- રાઈ
- જીરું
- લસણ
- આદુ-મરચાની પેસ્ટ
- લસણની પેસ્ટ
- લાલ મરચું પાવડર
- હળદર
- ધાણાજીરું
- ટામેટું
- ડુંગળી
- કોથમરી
- મીઠો લીમડો.
દાલ બાટી (Dal Bati Recipe) બનાવવીની રીત
- ચણાની અને મગની દાળ ત્રણ કલાક પલાળી રાખવી. પછી કુકરમાં બન્ને દાળ હળદર, મીઠું અને પાણી ઉમેરી બાફી લેવી.
- પછી કઠાઈમાં થોડું ઘી લો. પછી તેમા લસણની કળીઓ, રાઈ, જીરું, હીંગ, લસણની પેસ્ટ, આદુ-મરચાની પેસ્ટ, મીઠો લીમડો, ડુંગળી, હળદર, ધાણાજીરું, લાલ મરચું પાવડર, ટામેટા ઉમેરી મિક્સ કરો. તમે દરેક વસ્તુ ઉમેરી સાથે મિક્સ કરતા રહેવું.
હવે તેમા બાફેલી દાળ ઉમેરો અને મિક્સ કરો. જરૂર મુજબ પાણી ઉમેરી થોડીવાર ઉકળવા દો. પછી તેમાં સમારેલી કોથમરી ઉમેરી દો. તૈયાર છે તમારી દાલ બાટીની દાળ. - બાટીનો લોટ બાંધવા માટે નવસેકું પાણી લો.
કાથરોટમાં ઘઉંનો લોટ, રવો, અજમો હાથમાં મસળીને ઉમેરી મિક્સ કરો. પછી થોડું મીઠું અને ઘીનું મોણ ઉમેરી મિક્સ કરો. તમે તેલનું મોણ પણ ઉમેરી શકો છો. - હવે નવસેકું પાણી ઉમેરી લોટ બાંધી લો. લોટ ભાખરી જેવો કઠણ બાંધવો.
- લોટમાંથી લાડવા જેવા ગોળ ગોળો લુવા બનાવી લો.
પછી ગપગોટા કે અપ્પમની તવીમાં ઘી લગાવી ગેસ પર મૂકો. અને તેમા આ બાટી મૂકી ઉપર થોડું ઘી લગાવી ઢાકી દો અને પાંચ મિનિટ પાકવા દો. પછી બીજી સાઈટ પલટાવી પાકવા દો. તો તૈયાર છે તમારી બાટી.