દેશભરમાં ભક્તો ગણપતિ બાપ્પાના આગમનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, ગણેશ ચતુર્થી (Ganesh Chaturthi 2024) નો તહેવાર આગામી 7 સપ્ટેમ્બરના રોજથી શરૂ થઈ રહ્યો છે. ત્યારે બાપ્પાના આગમનમાં ભક્તો તેમના માટે વિવિધ પ્રકારની વાનગીઓ તૈયાર કરીને તેમને ભોગ ધરાવતા હોય છે.
ગણપતિ બાપ્પાને મોદક ખૂબ જ પ્રિય છે. કેટલાક લોકો માર્કેટમાંથી મોદક લાવે છે તો કેટલાક ઘરે મોદક બનાવીને બાપ્પાને પ્રસાદ અર્પિત કરે છે.
જો તમે આ વખતે કંઈક અલગ ટ્રાય કરવા માંગતા હોવ તો ઘરે જ સુગર ફ્રી મોદક બનાવી શકો છો. આ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે. ત્યારે જાણો તેને બનાવવાની સરળ રીત.
સુગર ફ્રી મોદક Recipe card
સુગર ફ્રી મોદક બનાવવા માટેની સામગ્રી
- 1 કપ ચોખાનો લોટ
- 1 કપ પાણી
- મીઠું
- 2-3 ચમચી દેશી ઘી
- 1 વાટકી છીણેલો ગોળ
- 1 વાટકી નારિયેળ પાવડર
- 1/2 ચમચી એલચી પાવડર
- સમારેલા કાજુ-બદામ
સુગર ફ્રી મોદક બનાવવાની રીત
- સૌપ્રથમ એક પેનમાં પાણી ગરમ કરીને તેમાં એક ચપટી મીઠું ઉમેરો.
- જ્યારે પાણી ઉકળવા લાગે ત્યારે તેમાં ચોખાનો લોટ ઉમેરીને તેને હલાવતા રહો.
- ધ્યાન રાખો કે તેમાં કોઈ ગાંઠ ન થાય.
- આ પછી તેને થોડીવાર ઢાંકીને રાખો.
- પછી તેમાંથી નરમ લોટ બાંધી લો.
- હવે તેને ઢાંકણવાળા બાઉલમાં મૂકીને રેસ્ટ માટે રાખી દો.
સુગર ફ્રી મોદક માટે ફિલિંગ તૈયાર કરવાની રીત
- હવે તેનું ફિલિંગ બનાવવા માટે એક પેન લો અને તેમાં દેશી ઘી ઉમેરો.
- ખાંડને બદલે તેમાં છીણેલો ગોળ ઉમેરો.
- તેને રાંધો, જ્યારે તેમાં પરપોટા બનવા લાગે, ત્યારે તેમાં નારિયેળ પાવડર ઉમેરો.
- હવે તેને સારી રીતે મિક્સ કરતા રહો જ્યાં સુધી તે ઘટ્ટ ન થઈ જાય અને તેની જાતે જ પેનમાંથી અલગ ન થઈ જાય.
- હવે તેમાં સમારેલા ડ્રાયફ્રુટ્સ ઉમેરો.
- પછી ગેસ પરથી ફિલિંગ હટાવીને ઠંડુ થવા માટે બાજુ પર રાખો.
આ રીતે બનાવો સુગર ફ્રી મોદક
- સૌથી પહેલા હાથ પર દેશી ઘી લગાવો.
- આને લગાવવાથી લોટ ચોંટતા અટકે છે.
- પછી લોટ લઈને હાથની મદદથી તેને રોટલીની જેમ ગોળ બનાવો.
- હવે તેમાં ફિલિંગ નાખો.
- આ પછી તેના એક છેડે ઘી લગાવીને લોટની કિનારીઓને ઢાંકવાનું શરૂ કરો.
- તમે મોદક મોલ્ડનો ઉપયોગ પણ કરી શકો છો.
- આ રીતે બધા મોદક તૈયાર કરી લો.
- હવે બોઈલરમાં પાણી નાખો.
- તેમાં એક ચાળણી મૂકીને તેને સ્ટીમ કરી લેવાનું છે.
- 5 મિનિટ સ્ટીમ કર્યા પછી, મોદક તૈયાર થઈ જશે.
- તમે સુગર ફ્રી મોદક માત્ર ગણેશ ચતુર્થી માટે જ નહીં પણ ગમે ત્યારે ખાઈ શકો છો.
- તેનાથી તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે.